નવસારી મહાનગર પાલિકા વિસ્તારના વિવિધ કોમર્શિયલ માર્કેટ અને ડેપો રોડ વિસ્તારમાં 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક પર ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં 5 દુકાનમાંથી કુલ 21 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી, ₹12,000 દંડ વસૂલવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છેકે, મનપા બનતા ની સાથે જ નોન-ઓથોરાઈઝ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે
સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તથા શહેરના લોકોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા માટે આહવાન પણ કરવામાં આવી રહ્યું છે.