નવસારી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી નવસારી પ્રીમિયર લીગ 3નું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગનું મંગળવારે પ્રસંગ પાર્ટી પ્લોટમાં ઓક્સન યોજાયું હતું. મોડી રાત સુધી ચાલેલા આ ઓક્સનમાં 541 ખેલાડીમાંથી 120 ખેલાડીની પસંદગી કરવામાં આવી હતી.
આ ઓક્સનની શરૂઆતની સાથે સાથે ટ્રોફીનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. NDCA ના ચેરમેન અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલના હસ્તે ઓક્સન પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી.
8 ટીમોએ ઓક્સન પ્રકિયામાં 15 – 15 ખેલાડીનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો. આ સાથે જ અન્ય 4 ખેલાડીઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરના લેવાનું પ્રાવધાન છે. જોકે, આ ઓક્સનની ટીમોએ BCA રમતા ખેલાડીઓ પર વધુ ભાર આપ્યો હતો. જેમાં હિમાંશુ ટંડેલની સૌથી વધુ 1,04,000 પોઇન્ટ સાથે સૌથી વધુ બોલી લાગી હતી.