ઈન્સોલવન્સી ટ્રિબ્યુનલ એનસીએલટીએ નાણાંકીય વર્ષ ૨૦૨૩માં ૧૮૦ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે. એક જ વર્ષમાં મંજૂરીનો આ આંકડો અત્યાર સુીનો સૌથી વધુ છે. આ રિઝોલ્યુશન પ્લાનને પગલે ેસ્ટ્રેસ્ડ એસેટ્સમાંથી કુલ રૂ. ૫૧,૪૨૪ કરોડની વસૂલાત થઈ છે.
નાદારી કોર્ટની કડક કાર્યવાહીથી ડૂબી ગયેલી કંપનીઓના લેણદારોને ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ પૂરા થયેલા વર્ષમાં ૧,૪૨,૫૪૩ કરોડ રૂપિયાના કુલ મંજૂર થયેલા દાવાઓના ૩૬ ટકા ઋણ પરત મેળવવામાં મદદ મળી છે. એનસીએલટીએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસની શરૂઆત કરવા માટેની લેણદારોની ૧૨૫૫ અરજીઓ સ્વીકારી હતી. આ સંખ્યા પણ ૨૦૧૯ બાદની સૌથી વધુ છે.
એનસીએલટીએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૪૭ રિઝોલ્યુશન પ્લાન, ૨૦૨૦-૨૧માં ૧૨૧ રિઝોલ્યુશન પ્લાન અને ૨૦૧૯-૨૦માં ૧૩૪ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. ડેટા મુજબ નાદારી કોર્ટે વર્ષ ૨૦૨૨-૨૩ સુધી ૬૭૮ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી અને લેણદારોને રૂ. ૨.૮૬ લાખ કરોડ મળ્યા હતા.
લેણદારોની વસૂલાત સંદર્ભે ૨૦૨૩ના વર્ષમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ પછીની આ બીજી સૌથી વધુ વસૂલાત છે. તે વર્ષે ૭૭ નાદારી પ્રક્રિયામાંથી કુલ રિકવરી રૂ. ૧.૧૧ લાખ કરોડ હતી. ૨૦૧૮-૧૯માં એસ્સાર સ્ટીલ અને મોનેટ ઈસ્પાત જેવા મોટા કેસનો નીવેડો આવ્યો હતો.