Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

NEET-UG 2026 રદ: પેપર લીક કૌભાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, તપાસ CBIને સોંપાઈ

NEET-UG 2026 રદ: પેપર લીક કૌભાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, તપાસ CBIને સોંપાઈ

દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 અંગે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 3 મેના રોજ યોજાયેલી આ પરીક્ષા પેપર લીકની આશંકા બાદ સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને શિક્ષણ મંત્રાલયે પરીક્ષાની પારદર્શિતા જાળવવા માટે આ આકરો નિર્ણય લીધો છે.

આ સમગ્ર મામલે હવે તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી છે. તપાસ એજન્સીઓ પાસેથી મળેલા પ્રાથમિક ઇનપુટ્સ અનુસાર પરીક્ષાની પ્રક્રિયામાં ગંભીર ગડબડ થઈ હોવાની શક્યતા છે.

https://twitter+.com/ANI/status/2054090519199060472

‘ગેસ પેપર’ વિવાદ શું છે?

રાજસ્થાનમાં એક ‘ગેસ પેપર’ વાયરલ થયું હતું, જેમાંથી NEETના ઘણા પ્રશ્નો અસલી પરીક્ષામાં પૂછાયા હોવાની આશંકા છે. પ્રાથમિક તપાસ મુજબ, આ ગેસ પેપરના અંદાજે 120 પ્રશ્નો મૂળ પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા જોવા મળ્યા છે. જેના કારણે પેપર લીકની શંકા વધુ મજબૂત બની છે.

પેપર લીક કેવી રીતે થયું?

આ મામલે અત્યાર સુધીમાં રાજસ્થાનમાં 45થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. શંકા છે કે પેપર કોઈ પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હોઈ શકે છે. હવે CBI આ સમગ્ર કૌભાંડના સૂત્રધારો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.

વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માહિતી:

  • નવી પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
  • ફરી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહીં પડે
  • કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં
  • નવા એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે

ઘટનાક્રમ (મે 2026):

  • 3 મે: 5,432 કેન્દ્રો પર 22.79 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
  • 7 મે: ગેરરીતિ અંગે NTAને પ્રથમ માહિતી મળી
  • 8 મે: મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપાયો
  • 11 મે: WhatsApp/Telegram પર ‘ગેસ પેપર’ વાયરલ થયું
  • 12 મે (સવારે): પરીક્ષા રદ કરવાની જાહેરાત
  • 12 મે (બપોરે): CBI તપાસનો આદેશ

AMAની અપીલ:
અમદાવાદ મેડિકલ એસોસિએશને વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે થોડા ગેરકાયદેસર તત્વોના કારણે નિરાશ ન થવું જોઈએ. વિદ્યાર્થીઓએ શાંતિ જાળવી રાખવી અને અફવાઓથી દૂર રહેવું જરૂરી છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

Filed under Ahmedabad Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.