નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ NEET PG 2025 ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. NEET PG 2025 ની પરીક્ષા 15 જૂન, 2025 ના રોજ બે શિફ્ટમાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે.
બે શિફ્ટમાં કોમ્પ્યુટર આધારિત હશે પરીક્ષા
NBEMS એ તેના નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, “NEET PG 2025 ની પરીક્ષા 15 જૂન, 2025 ના રોજ બે શિફ્ટમાં કોમ્પ્યુટર આધારિત લેવામાં આવશે.” આ ઉપરાંત NBEMS એ માહિતી આપી છે કે NEET PG 2025 માટેની માહિતી બુલેટિન ટૂંક સમયમાં અધિકૃત વેબસાઇટ natboard.edu.in પર પ્રકાશિત કરવામાં આવશે. જેમાં અરજી તારીખ, ફી, યોગ્યતા, પરીક્ષા પેટર્ન અને અન્ય મહત્ત્વપૂર્ણ વિગતો આપવામાં આવશે. મેડિકલમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવાનું સ્વપ્ન ધરાવતા વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં પરીક્ષા માટે નોંધણી કરાવી શકશે.
NEET PG 2025 પરીક્ષા ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ), રાજ્ય ક્વોટા, ડીમ્ડ/સેન્ટ્રલ યુનિવર્સિટીઓ અને ખાનગી કોલેજો સહિત વિવિધ સંસ્થાઓમાં 12,690 માસ્ટર ઓફ સર્જરી (MS), 24,360 ડોક્ટર ઓફ મેડિસિન (MD) અને 922 PG ડિપ્લોમા બેઠકો પર પ્રવેશ આપશે.
અનેક વિસંગતતાઓને કારણે કાઉન્સેલિંગમાં વિલંબ થયો હતો
NBEMS દ્વારા જાહેર કરાયેલ રાજ્ય મેરિટ યાદીમાં અનેક વિસંગતતાઓ અને નવી ડોમિસાઇલ નીતિને કારણે NEET PG કાઉન્સેલિંગ 2024 માં વિલંબ થયો. ગયા વર્ષે ઓગસ્ટમાં પરિણામો જાહેર થયા હોવા છતાં NEET PG પ્રવેશ પૂર્ણ કરવામાં વિલંબ માટે કોંગ્રેસ પાર્ટીએ તાજેતરમાં સરકારની ટીકા કરી હતી.
NEET PG 2025: નોટિસ કેવી રીતે ડાઉનલોડ કરવી
- સૌથી પહેલા તમારે અધિકૃત વેબસાઇટ natboard.edu.in ની મુલાકાત લેવી પડશે.
- હોમ પેજ પર આપેલ NEET PG 2025 તારીખ નોટિસ લિંક પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સ્ક્રીન પર નોટિસ PDF ખુલશે.
- હવે તમે સૂચના કાળજીપૂર્વક તપાસો.
- આ પછી તમે હવે નોટિસ PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.