ગુજરાત સરકાર દ્વારા આજે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી જાહેર કરવામાં આવી છે. આ ઐતિહાસિક નીતિનો મુખ્ય હેતુ ગુજરાતને ભારતના અગ્રણી હાઇપરસ્કેલ AI ડેટા સેન્ટર ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાનો છે. આ નીતિ રાજ્યમાં સ્કેલેબલ, સુરક્ષિત અને ટકાઉ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમના વિકાસ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા પૂરી પાડે છે, જે દેશની ડિજિટલ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે અને સાથે જ વૈશ્વિક ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સને ગુજરાતમાં આકર્ષિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
LIVE: વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી લોન્ચિંગ કાર્યક્રમ. સ્થળ: મહાત્મા મંદિર, ગાંધીનગર. https://t.co/KtEnxPTpBq
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2026
પોલિસીમાં સમાવિષ્ટ પ્રોત્સાહનો (બોક્સ આઇટમ)
• કેપિટલ સબસીડી (ધોલેરા વિસ્તાર): માન્ય ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર 2.5% સબસીડી, 10 વર્ષની અંદર દાવો કરી શકાય છે
• વ્યાજ સબસીડી: 10 વર્ષની ટર્મ લોન પર 4% સુધીની સબસીડી, વાર્ષિક ₹25 કરોડ સુધી મર્યાદિત
• પાવર ટેરિફ સબસીડી: 20 વર્ષ માટે પ્રતિ યુનિટ ₹1 સબસીડી, જેના થકી લાંબાગાળાની કાર્યકારી બચત સુનિશ્ચિત થશે
• સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ: જમીનની લીઝ / ખરીદીના વ્યવહારો પર 100% મુક્તિ
• ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીનું રિઇન્બર્સમેન્ટ (વળતર): 20 વર્ષ માટે 100% રિઇમ્બર્સમેન્ટ
• SGSTનું રિઇમ્બર્સમેન્ટ: 20 વર્ષ સુધી પ્લાન્ટ અને મશીનરી, બિલ્ડીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને માન્ય સેવાઓ પર સંપૂર્ણ રિઇમ્બર્સમેન્ટ
• વિશિષ્ટિ બિલ્ડીંગો માટેના ધોરણો: હાઇપરસ્કેલ-રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સક્ષમ બનાવવા માટે FSI, પાર્કિંગ, ગ્રાઉન્ડ કવરેજ અને તકનીકી જોગવાઈઓમાં છૂટછાટો
• કેપ્ટિવ ડિસેલિનેશન પ્લાન્ટ સપોર્ટ: 20% કેપિટલ સપોર્ટ અથવા ₹2 કરોડ/MLD, પાણી સંબંધિત ટકાઉ ઉકેલોને પ્રોત્સાહન આપશે
• નોન-ફિસ્કલ પાવર સપ્લાયના લાભો: ડ્યુઅલ ફીડર, ઓપન એક્સેસ પરવાનગીઓ અને વિતરણ લાઇસન્સ માટે સુવિધા.
• સિંગલ વિન્ડો ક્લિયરન્સ: ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ / DST ઇન્સેન્ટિવ મેનેજમેન્ટ પોર્ટલ દ્વારા મંજૂરીઓને સ્ટ્રીમલાઇન કરવી
ગુજરાત ડેટા સેન્ટર પોલિસીનો ઉદ્દેશ ગુજરાતને હાઇપરસ્કેલ અને કોલોકેશન ડેટા સેન્ટર્સ માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક હબ તરીકે સ્થાપિત કરવાનો છે. આ પોલિસી હેઠળ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે તેમજ ચોવીસ કલાક વીજ પુરવઠાની ઉપલબ્ધતામાં ગુજરાતના નેતૃત્વનો લાભ લઈને ટકાઉ અને ઊર્જા-કાર્યક્ષમ ડેટા સેન્ટર સુવિધાઓના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. આ પોલિસી સ્પર્ધાત્મક પ્રોત્સાહનો, ઝડપી મંજૂરી પ્રક્રિયા અને હાઇપરસ્કેલ-રેડી ગવર્નન્સ દ્વારા હાઇપરસ્કેલર્સ અને ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સને ગુજરાતમાં આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે, અને સાથે જ ડેટા સુરક્ષા, ડિજિટલ સ્થિતિસ્થાપકતા અને ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવે છે.
The 'Viksit Gujarat Data Center Policy (2026 – 2029)' is meticulously designed to leverage our state's strong industrial base.
To empower global and domestic investors, the policy introduces an array of competitive advantages without burdensome complexities.
Key financial… pic.twitter.com/czS3D0mJpu
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2026
આ પોલિસીનો ઉદ્દેશ ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી પ્રદાતાઓ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપીને ક્લાઉડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ અને ડિજિટલ સેવાઓમાં ઇનોવેશન્સને વેગ આપવાનો છે. આ ઉપરાંત, ક્લાઉડ એન્જિનિયરિંગ, સાયબર સુરક્ષા અને અન્ય ઉભરતી ટેક્નોલોજીના ક્ષેત્રોમાં અદ્યતન ડિજિટલ કાર્યબળ તૈયાર કરવા માટે આ પોલિસી ઉચ્ચ મૂલ્યવાળી રોજગારીની તકો અને કૌશલ્ય વિકાસ માટેના સ્પષ્ટ માર્ગો વિકસિત કરવા પર પણ ભાર મૂકે છે.
આ પોલિસી હેઠળ વૈશ્વિક અને સ્થાનિક ઓપરેટરોને આકર્ષિત કરીને ગુજરાતને હાઇપરસ્કેલ અને કોલોકેશન ડેટા સેન્ટર્સ માટે એક અગ્રણી સ્થળ તરીકે વિકસિત કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પોલિસીનો ઉદ્દેશ 7.5 GW ડેટા સેન્ટર ક્ષમતા હાંસલ કરવાનો છે, જેના થકી ગુજરાત, ભારતની નેશનલ ડેટા સેન્ટરના વિકાસની વ્યૂહરચનાનો મુખ્ય આધારસ્તંભ બનશે. આ વિઝનને સાકાર કરવા માટે, રાજ્ય સક્રિય નીતિ સહાય, રોકાણકારો માટે અનુકૂળ શાસન અને ઝડપી મંજૂરી પ્રક્રિયાઓ મારફતે એક હાઇપરસ્કેલ-રેડી ઇકોસિસ્ટમ તૈયાર કરશે, જે લાંબાગાળાના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ આપશે.
Powering Digital India..
Get glimpses of how with the meticulously designed 'Viksit Gujarat Data Center Policy (2026-2029)', we are building a secure, future-ready digital backbone for Viksit Bharat. pic.twitter.com/qgobzzficV
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2026
રોકાણોને પ્રોત્સાહન આપવા અને સ્પર્ધાત્મકતા વધારવા માટે, ગુજરાત ડેટા સેન્ટર પોલિસીમાં નાણાકીય તથા બિન-નાણાકીય પ્રોત્સાહનોનું વ્યાપક પેકેજ પ્રદાન કરવામાં આવ્યું છે. તેમાં, ધોલેરા વિસ્તારમાં માન્ય ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર 2.5%ની કેપિટલ સબસીડી કે જેના માટે 10 વર્ષની અંદર દાવો કરી શકાય છે, અને દસ વર્ષ માટે ટર્મ લોન પર 4% સુધીની વ્યાજ સબસીડી કે જેની મર્યાદા વાર્ષિક ₹25 કરોડ છે, તેનો સમાવેશ થાય છે.
વીસ વર્ષો સુધી ₹1 પ્રતિ યુનિટ પાવર ટેરિફ સબસીડી, જમીનના વ્યવહારો પર સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાંથી 100% મુક્તિ, અને વીસ વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીના સંપૂર્ણ રિઇમ્બર્સમેન્ટ મારફતે લાંબા સમય સુધી ઓપરેશનલ સેવિંગ્સ એટલે કે કાર્યકારી બચત સુનિશ્ચિત કરવામાં આવી છે. વધુમાં, આ પોલિસી પ્લાન્ટ અને મશીનરી, બિલ્ડીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માન્ય સેવાઓ પર વીસ વર્ષ સુધી SGST રિઇમ્બર્સમેન્ટની સુવિધા પણ આપે છે, જે કરવેરાના બોજમાં ઘટાડો કરે છે અને પુનઃરોકાણને પ્રોત્સાહન આપે છે.
Today, Gujarat has taken a defining step toward powering the Digital India initiative.
Inspired by the visionary leadership of Hon'ble PM Shri @narendramodi, we proudly launched the 'Viksit Gujarat Data Center Policy 2026-2029' today at Mahatma Mandir, Gandhinagar.
This… pic.twitter.com/RRUka9A7F8
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2026
હાઇપરસ્કેલ-રેડી ઇન્ફાસ્ટ્રક્ચરના નિર્માણને સરળ બનાવવા માટે વિશિષ્ટિ બિલ્ડીંગો માટેના ધોરણો FSI, પાર્કિંગ, ગ્રાઉન્ડ કવરેજ અને તકનીકી જોગવાઈઓમાં છૂટછાટ આપે છે. ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે કેપ્ટિવ ડિસેલિનેશન પ્લાન્ટ માટે મૂડી સહાય આપવામાં આવશે, જ્યારે બિન-નાણાકીય લાભોમાં ડ્યુઅલ પાવર ફીડર્સ, ઓપન એક્સેસ પરવાનગીઓ અને વિતરણ લાઇસન્સ માટે સુવિધાનો સમાવેશ થાય છે.
વધુમાં, ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ અને DST ઇન્સેન્ટિવ મેનેજમેન્ટ પોર્ટલ મારફતે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ દ્વારા મંજૂરીઓને સ્ટ્રીમલાઇન કરવામાં આવે છે, જે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ અને પ્રોજેક્ટ્સનું ઝડપી અમલીકરણ સુનિશ્ચિત કરે છે.
પ્રોત્સાહનોનો લાભ મેળવી રહેલા તમામ પ્રોજેક્ટ્સે ઓછામાં ઓછી 51% વીજળી રિન્યુએબલ એનર્જીમાંથી મેળવવી આવશ્યક છે, જે ગુજરાતની હરિત વિકાસ (Green Growth) પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. પ્રોત્સાહનોની મર્યાદા ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 75% સુધીની નક્કી કરવામાં આવી છે, અને આ પ્રોત્સાહનો 20 વર્ષોમાં વિતરિત કરવામાં આવશે, જેથી સંતુલિત અને ટકાઉ સહાય સુનિશ્ચિત કરી શકાય.
ભવિષ્યમાં ઉભી થનાર ડેટા સેન્ટર્સની માંગ અને રાજ્યમાં ડિજિટલ ઈકોનોમી વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે આપણે 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી' જાહેર કરી છે. આ નીતિના નિર્માણ સાથે સંકળાયેલ સૌને ખૂબ ખૂબ અભિનંદન. pic.twitter.com/BaU6P5Yucw
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2026
આ પોલિસી હેઠળ કેપિટલ સબસીડી, વ્યાજ સબસીડી, પાવર ટેરિફ સબસીડી, SGST રિઇમ્બર્સમેન્ટ, ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીનું રિઇમ્બર્સમેન્ટ, ડિસેલિનેશન પ્લાન્ટ માટે સહાય તેમજ સ્ટેમ્પ ડ્યૂટીમાં મુક્તિ સહિતના વ્યાપક નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે. આ ઉપરાંત, પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ માટે ફાસ્ટ-ટ્રેક મંજૂરી, એડિશનલ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI), બાંધકામના ધોરણોમાં રાહત, વીજળી માટે ઓપન એક્સેસ, વીજ પુરવઠાની ખાતરી તથા પાણીની ઉપલબ્ધતા જેવા બિન-નાણાકીય પ્રોત્સાહનો પણ પૂરા પાડવામાં આવે છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોલિસીના અનાવરણ પ્રસંગે મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું કે, “ગુજરાત આ પ્રકારની નીતિ અમલમાં મૂકનારું પ્રથમ રાજ્ય છે. અમને વિશ્વાસ છે કે, આ નીતિના પરિણામે ₹6 લાખ કરોડનું રોકાણ આકર્ષિત થશે, 7.5 ગીગાવોટની ડેટા સેન્ટર ક્ષમતા ઊભી થશે તેમજ મોટા પાયે રોજગારીનું સર્જન થશે.”
માનનીય મોદીજીના માર્ગદર્શનમાં ગુજરાત દેશની ડિજિટલ વ્યવસ્થાના મહત્ત્વના પ્લેયર તરીકે ઉભરી રહ્યું છે. pic.twitter.com/XpHCneuUU7
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2026
રાજ્ય મોટા પાયે રોકાણને ટેકો આપવા માટે જરૂરી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધુ મજબૂત બનાવી રહ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગના સચિવ સુશ્રી પી. ભારતીએ જણાવ્યું કે, ટૂંક સમયમાં ગુજરાતમાં બે ઓપરેશનલ કેબલ લેન્ડિંગ સ્ટેશન કાર્યરત થશે અને વધુ એક પ્રોજેક્ટ પણ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. આનાથી રાજ્યની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થશે અને ગ્લોબલ ક્લાઉડ અને ડેટા સેન્ટર ઓપરેટર્સ માટે ગુજરાત વધુ આકર્ષક સ્થળ બનશે.
પી ભારતીએ ઉમેર્યું કે, “વિશ્વભરમાં અંદાજે 12,000 ડેટા સેન્ટર્સ છે, જેમાંથી લગભગ 70 ટકા અમેરિકા અને ચીનમાં છે. વિશ્વના કુલ ડેટામાં ભારતનો હિસ્સો આશરે 20 ટકા હોવા છતાં વૈશ્વિક ડેટા સેન્ટર ક્ષમતામાં તેનો હિસ્સો માત્ર 3 ટકા છે. આ ભારત અને ખાસ કરીને ગુજરાત માટે એક મોટી તક છે.”
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel