click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નવીનીકરણીય ઊર્જામાં ગુજરાતનો દબદબો, દેશની કુલ ક્ષમતામાં 17.82% ફાળો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નવીનીકરણીય ઊર્જામાં ગુજરાતનો દબદબો, દેશની કુલ ક્ષમતામાં 17.82% ફાળો
Gujarat

નવીનીકરણીય ઊર્જામાં ગુજરાતનો દબદબો, દેશની કુલ ક્ષમતામાં 17.82% ફાળો

ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે 2026 નિમિત્તે ગુજરાતની ગ્રીન એનર્જી સફળતા સામે આવી છે. રાજ્યની રિન્યુએબલ એનર્જી ક્ષમતા 50.386 ગીગાવોટ સુધી પહોંચી છે અને દેશની કુલ ક્ષમતામાં ગુજરાતનો 17.82 ટકા ફાળો છે.

Last updated: 2026/07/09 at 5:30 પી એમ(PM)
One India News Team
Share
10 Min Read
SHARE

દર વર્ષે 10 જુલાઈએ ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે, એટલે કે ‘વૈશ્વિક ઊર્જા સ્વાવલંબન દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડીને સ્વચ્છ, ટકાઉ અને ઊર્જા સ્વાવલંબન આધારિત ભવિષ્ય તરફ વિશ્વને પ્રેરિત કરવાનો છે.

Contents
નવીનીકરણીય ઊર્જામાં ગુજરાતનો રાષ્ટ્રીય દબદબો32,302.7 મેગાવોટ સૌર ઊર્જા ક્ષમતા સાથે ગુજરાત અગ્રેસરચારણકા, રાધાનેસડા અને ધોલેરા બન્યા સૌર ઊર્જાના મોટા કેન્દ્રખાવડા બન્યું વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સમાંનું એકરૂફટોપ સોલારમાં ગુજરાત દેશનું નંબર-1 રાજ્યખેડૂત ક્ષેત્રે પણ સોલાર ક્રાંતિ15,850.56 મેગાવોટ સાથે પવન ઊર્જામાં ગુજરાત પ્રથમપવન ઊર્જામાં કચ્છનો સૌથી મોટો ફાળોવિંડ-સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સને પણ વેગ80 ટકાથી વધુ વિંડ ટર્બાઇન સરકારી જમીન પર‘અક્ષય ઊર્જા સેતુ’ પોર્ટલથી પ્રોજેક્ટ્સને ઝડપ2.37 લાખ રોજગારીનું સર્જનત્રણ દાયકાથી વધુ સમયથી ગ્રીન એનર્જી નીતિઓમાં ગુજરાત આગળઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025થી એકીકૃત માળખુંમે 2026 સુધીમાં 1,531 નવા રિન્યુએબલ પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ2030 સુધીમાં 105 ગીગાવોટ ક્ષમતાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્યગ્રીન એનર્જી અર્થતંત્રના કેન્દ્ર તરીકે ઉભરતું ગુજરાત

વૈશ્વિક સ્તરે વધતી ઊર્જાની માંગ, જળવાયુ પરિવર્તન અને કાર્બન ઉત્સર્જનના પડકારો વચ્ચે ભારત પણ નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાનો સંકલ્પ કર્યો છે. સાથે જ વર્ષ 2030 સુધીમાં દેશના ઊર્જા મિશ્રણમાં નવીનીકરણીય અને બિન-અશ્મિભૂત સ્ત્રોતોની ભાગીદારીમાં મોટા પ્રમાણમાં વધારો કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.

આ રાષ્ટ્રીય અભિયાનમાં ગુજરાતે મજબૂત નેતૃત્વ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતા 50.386 ગીગાવોટ સુધી પહોંચી છે. આ ક્ષમતા દેશની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં 17.82 ટકા ફાળો ધરાવે છે.

નવીનીકરણીય ઊર્જામાં ગુજરાતનો રાષ્ટ્રીય દબદબો

ગુજરાત આજે સૌર, પવન, રૂફટોપ સોલાર, હાઇબ્રિડ અને વિકેન્દ્રિત નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે દેશના સૌથી અગ્રેસર રાજ્યોમાં સ્થાન ધરાવે છે. રાજ્યની કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતા 50.386 ગીગાવોટ સુધી પહોંચી છે. તેમાં સૌથી મોટો ફાળો સૌર અને પવન ઊર્જાનો છે.

ગુજરાતની સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા 15,850.56 મેગાવોટ સુધી પહોંચી છે, જે રાજ્યને દેશમાં પ્રથમ ક્રમે સ્થાન અપાવે છે. સૌર ઊર્જામાં પણ ગુજરાતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. મે 2026 સુધીમાં રાજ્યની કુલ સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા 32,302.7 મેગાવોટ સુધી પહોંચી છે.

રૂફટોપ સોલાર ક્ષેત્રે ગુજરાત દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. રાજ્યમાં 13.45 લાખથી વધુ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન અને કુલ 7,408.10 મેગાવોટ ક્ષમતા નોંધાઈ છે.

32,302.7 મેગાવોટ સૌર ઊર્જા ક્ષમતા સાથે ગુજરાત અગ્રેસર

ગુજરાતમાં મે 2026 સુધીમાં કુલ સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા 32,302.7 મેગાવોટ સુધી પહોંચી છે.

આ ક્ષમતામાં:

23,259.27 મેગાવોટ ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ્સ,
7,408.10 મેગાવોટ રૂફટોપ સોલાર,
1,434.66 મેગાવોટ હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ અને
200.48 મેગાવોટ ઓફ-ગ્રીડ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.

ઓફ-ગ્રીડ ક્ષમતામાં પીએમ-કુસુમ યોજના હેઠળ સ્થાપિત સોલાર સિસ્ટમ્સનો પણ ફાળો છે.

ચારણકા, રાધાનેસડા અને ધોલેરા બન્યા સૌર ઊર્જાના મોટા કેન્દ્ર

ગુજરાતના મુખ્ય સોલાર પાર્ક્સે રાજ્યની ઊર્જા ક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

રાજ્યના મહત્વપૂર્ણ સોલાર પ્રોજેક્ટ્સમાં:

ચારણકા સોલાર પાર્ક – 749 મેગાવોટ
રાધાનેસડા સોલાર પાર્ક – 700 મેગાવોટ
ધોલેરા સોલાર પાર્ક – 300 મેગાવોટ નો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ્સ દ્વારા ગુજરાતે મોટા પાયે સૌર ઊર્જા ઉત્પાદન માટે મજબૂત માળખું ઉભું કર્યું છે.

ખાવડા બન્યું વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સમાંનું એક

કચ્છમાં વિકસી રહેલો ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતના ગ્રીન એનર્જી વિઝનનું સૌથી મોટું પ્રતીક બની રહ્યો છે. ખાવડા પ્રોજેક્ટની આયોજિત ક્ષમતા 37.35 ગીગાવોટ છે. આ કારણે તેને વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સમાં સ્થાન મળે છે.

મે 2026 સુધીમાં અહીં 15.54 ગીગાવોટ ક્ષમતા નોંધાઈ છે. વિશાળ રણ વિસ્તાર, ઊંચી સૌર કિરણ ક્ષમતા અને પવન ઊર્જાની સંભાવનાના કારણે કચ્છ વૈશ્વિક ગ્રીન એનર્જી રોકાણનું મોટું કેન્દ્ર બની રહ્યું છે.

રૂફટોપ સોલારમાં ગુજરાત દેશનું નંબર-1 રાજ્ય

વર્ષ 2016થી ગુજરાત સરકારે રહેણાંક રૂફટોપ સોલારને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. પીએમ સૂર્ય ઘર યોજના શરૂ થયા બાદ પણ રાજ્ય સરકારે રૂફટોપ સોલારને વેગ આપવાનું ચાલુ રાખ્યું છે.

પરિણામે ગુજરાતમાં રહેણાંક, વ્યાવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 13 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત થઈ છે. દેશના કુલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનમાં ગુજરાતનો ફાળો 21 ટકાથી વધુ નોંધાયો છે.

ખેડૂત ક્ષેત્રે પણ સોલાર ક્રાંતિ

નવીનીકરણીય ઊર્જાની ક્રાંતિ માત્ર શહેરો અને ઉદ્યોગો સુધી મર્યાદિત નથી. ગુજરાતના કૃષિ ક્ષેત્રે પણ સોલાર ઊર્જાનો વ્યાપ વધી રહ્યો છે. પીએમ-કુસુમ યોજનાના કોમ્પોનેન્ટ-B હેઠળ મે 2026 સુધીમાં રાજ્યમાં 22,792 સ્વતંત્ર ઓફ-ગ્રીડ સોલાર વોટર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે.

આ પંપોની કુલ ક્ષમતા 162.62 મેગાવોટ છે. સોલાર પંપોથી ખેડૂતોની વીજળી અને ડીઝલ પરની નિર્ભરતા ઓછી થાય છે અને સિંચાઈ ખર્ચમાં પણ ઘટાડો થાય છે.

15,850.56 મેગાવોટ સાથે પવન ઊર્જામાં ગુજરાત પ્રથમ

ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય હતું, જેણે વર્ષ 1993માં સ્વતંત્ર વિંડ પાવર પોલિસી જાહેર કરી હતી. આ નીતિગત પહેલ બાદ ગુજરાત પવન ઊર્જા ક્ષેત્રે સતત આગળ વધતું રહ્યું છે. મે 2026 સુધીમાં રાજ્યની કુલ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા 15,850.56 મેગાવોટ સુધી પહોંચી છે.

પવન ઊર્જામાં કચ્છનો સૌથી મોટો ફાળો

ગુજરાતની પવન ઊર્જા ક્ષમતામાં કચ્છનો સૌથી મોટો ફાળો છે.

જિલ્લાવાર ક્ષમતા મુજબ:

કચ્છ – 8,191.42 મેગાવોટ
જામનગર – 1,986.15 મેગાવોટ
દેવભૂમિ દ્વારકા – 1,343.24 મેગાવોટ
અમરેલી – 992.90 મેગાવોટ
રાજકોટ – 869.60 મેગાવોટ
ભાવનગર – 626.20 મેગાવોટ
મોરબી – 612.10 મેગાવોટ
સુરેન્દ્રનગર – 500.60 મેગાવોટ
પાટણ – 208.20 મેગાવોટ નો સમાવેશ થાય છે.

વિંડ-સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સને પણ વેગ

ગુજરાતે સૌર અને પવન ઊર્જાને એકીકૃત રીતે ઉપયોગમાં લેવા માટે હાઇબ્રિડ ઊર્જા મોડલને પણ પ્રોત્સાહન આપ્યું છે. વર્ષ 2018ની હાઇબ્રિડ પોલિસી અને ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી-2023 હેઠળ રાજ્યમાં 2,838.07 મેગાવોટના વિંડ-સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે.

હાઇબ્રિડ મોડલ દ્વારા દિવસ દરમિયાન સૌર ઊર્જા અને વિવિધ સમયગાળા દરમિયાન પવન ઊર્જાનો ઉપયોગ કરીને વધુ સ્થિર અને વિશ્વસનીય વીજ ઉત્પાદન શક્ય બને છે.

80 ટકાથી વધુ વિંડ ટર્બાઇન સરકારી જમીન પર

રાજ્યમાં પવન ઊર્જા પ્રોજેક્ટ્સ માટે સ્થાપિત 80 ટકાથી વધુ ટર્બાઇન સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર ઉભી કરવામાં આવી છે. આ નીતિએ પ્રોજેક્ટ્સ માટે જમીન ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા સરળ બનાવી અને મોટા રોકાણોને આકર્ષવામાં મદદ કરી.

‘અક્ષય ઊર્જા સેતુ’ પોર્ટલથી પ્રોજેક્ટ્સને ઝડપ

ગુજરાત સરકારે નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સ માટે ગ્રીડ કનેક્ટિવિટી પ્રક્રિયા સરળ બનાવવા ‘અક્ષય ઊર્જા સેતુ’ ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ દ્વારા પ્રોજેક્ટ ડેવલપર્સને પારદર્શક અને ડિજિટલ વ્યવસ્થા હેઠળ ગ્રીડ કનેક્ટિવિટી માટે અરજી કરવાની તક મળે છે. આથી મંજૂરી પ્રક્રિયામાં ઝડપ આવી છે અને રોકાણકારોને વધુ સરળતા મળી છે.

2.37 લાખ રોજગારીનું સર્જન

નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રનો વિકાસ માત્ર વીજળી ઉત્પાદન પૂરતો મર્યાદિત નથી. રાજ્યમાં સૌર, પવન, હાઇબ્રિડ, મેન્યુફેક્ચરિંગ, ઇન્સ્ટોલેશન, ઓપરેશન અને મેન્ટેનન્સ ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોજગારી ઊભી થઈ છે. અંદાજ મુજબ, ગુજરાતના નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે અત્યાર સુધીમાં આશરે 2.37 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કર્યું છે.

ત્રણ દાયકાથી વધુ સમયથી ગ્રીન એનર્જી નીતિઓમાં ગુજરાત આગળ

ગુજરાતે વર્ષ 1993માં દેશની પ્રથમ વિંડ પાવર પોલિસી જાહેર કરી હતી. ત્યારબાદ રાજ્યે અલગ-અલગ સમયમાં મહત્વપૂર્ણ ઊર્જા નીતિઓ અમલમાં મૂકી.

આમાં:

વર્ષ 2009ની સૌર ઊર્જા નીતિ
વર્ષ 2015ની સૌર ઊર્જા નીતિ
વર્ષ 2016ની વેસ્ટ-ટુ-એનર્જી અને સ્મોલ હાઇડલ નીતિ
વર્ષ 2018ની વિંડ-સોલાર હાઇબ્રિડ પોલિસી
વર્ષ 2021ની સૌર ઊર્જા નીતિ
વર્ષ 2022ની સુધારાયેલી વેસ્ટ-ટુ-એનર્જી નીતિ
ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી-2023
અને ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025 નો સમાવેશ થાય છે.

ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025થી એકીકૃત માળખું

24 ડિસેમ્બર 2025થી 31 ડિસેમ્બર 2030 સુધી અમલમાં રહેનારી ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025 હેઠળ રાજ્યએ નવીનીકરણીય ઊર્જા ક્ષેત્ર માટે એકીકૃત નીતિગત માળખું ઉભું કર્યું છે.

આ પોલિસી હેઠળ:

સૌર ઊર્જા,
પવન ઊર્જા,
વિંડ-સોલાર હાઇબ્રિડ,
વિકેન્દ્રિત રિન્યુએબલ પ્રોજેક્ટ્સ,
બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ,
ગ્રીડ કનેક્ટિવિટી,
જૂના પવન પ્રોજેક્ટ્સનું રીપાવરિંગ,
ખાનગી ક્ષેત્રની ભાગીદારી,
રિસાયક્લિંગ,
ગ્રુપ અને વર્ચ્યુઅલ નેટ મીટરિંગ,
કૃષિ સોલાર,
રૂફટોપ સોલાર અને
ગ્રીન જોબ્સ તથા કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

મે 2026 સુધીમાં 1,531 નવા રિન્યુએબલ પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ

ગુજરાતમાં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે આગળની વૃદ્ધિ માટે મોટું પ્રોજેક્ટ પાઇપલાઇન પણ તૈયાર છે. મે 2026 સુધીમાં રાજ્યમાં કુલ 1,531 નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ છે. તેમાં:

1,320 સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ – 3.377 ગીગાવોટ
115 પવન ઊર્જા પ્રોજેક્ટ્સ – 3.913 ગીગાવોટ
96 હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ – 4.869 ગીગાવોટ નો સમાવેશ થાય છે.

2030 સુધીમાં 105 ગીગાવોટ ક્ષમતાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય

ગાંધીનગરમાં આયોજિત RE-INVEST 2024 દરમિયાન ગુજરાતે વર્ષ 2030 સુધીમાં 105 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યો હતો. આ લક્ષ્ય હાંસલ થાય તો ભારતના 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઊર્જા લક્ષ્યમાં ગુજરાતનો ફાળો આશરે 20 ટકા સુધી પહોંચી શકે છે.

ગ્રીન એનર્જી અર્થતંત્રના કેન્દ્ર તરીકે ઉભરતું ગુજરાત

ગુજરાતની હાલની ક્ષમતા, ખાવડા જેવા મેગા પ્રોજેક્ટ્સ, રૂફટોપ સોલારમાં નેતૃત્વ, પવન ઊર્જામાં પ્રથમ સ્થાન અને સતત બદલાતી નીતિઓ રાજ્યને ગ્રીન એનર્જી અર્થતંત્રનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવી રહી છે. નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે ગુજરાતની પ્રગતિ માત્ર વીજળી ઉત્પાદનનો વિષય નથી, પરંતુ રોજગારી, રોકાણ, ઉદ્યોગ, ક્લીન ટેકનોલોજી અને લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા સાથે પણ જોડાયેલી છે.

ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડેના અવસરે ગુજરાતનું આ મોડલ સ્વચ્છ અને ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધતા ભારત માટે મહત્વપૂર્ણ ઉદાહરણ તરીકે સામે આવે છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતને 4 નવા ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ની સોગાદ, અશ્વિની વૈષ્ણવે અનેક રેલવે પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે WCEF 2026ની 10મી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ

માંડવીના શિરવા ગામમાં 18 વર્ષ જૂનું દબાણ હટાવાયું, 1,300 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પવિત્ર નર્મદા જળના કળશ સાથે બાઈક યાત્રાનો પ્રારંભ, પ્રફુલ પાનશેરીયા જોડાયા

પ્લાસ્ટિકની બોટલને અલવિદા કરવાની તૈયારી, હવે કાચની બોટલમાં મળશે પાણી; AMCની મોટી ગ્રીન પહેલ

TAGGED: @india, 105 GW Gujarat Target, 50.386 GW Gujarat, Akshay Urja Setu, bhupendra patel, Breaking news, CM Gujarat, Energy Independence, Global Energy Independence Day, Global Energy Independence Day 2026, Global Energy Independence Day Gujarati, Green Energy, Green Jobs, Green Jobs Gujarat, gujarat, Gujarat energy news, gujarat government, Gujarat Green Energy, Gujarat Integrated Renewable Energy Policy 2025, Gujarat Renewable Energy, Gujarat Rooftop Solar, Gujarat Solar Energy, Gujarat Wind Energy, Gujarat Wind Power, india news, Khavda Renewable Energy Park, latest news, localnewsingujarat, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, PM KUSUM, PM Kusum Gujarat, PM Surya Ghar, PM Surya Ghar Gujarat, Renewable Energy India, Renewable Energy Policy, rooftop solar, Solar energy, top news, top news channel, topnewschannel, topnewschannelinindia, Wind Energy, ઉર્જા સ્વતંત્રતા, ખાવડા નવીનીકરણીય ઉર્જા પાર્ક, ગુજરાત નવીનીકરણીય ઉર્જા, ગુજરાત સરકાર, ગ્રીન એનર્જી, ગ્રીન જોબ્સ, છત પર સૌર, નવીનીકરણીય ઉર્જા નીતિ, પવન ઉર્જા, પીએમ કુસુમ, પીએમ સૂર્ય ઘર, ભારત, ભૂપેન્દ્ર પટેલ, વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ, સૌર ઉર્જા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 9, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઝાંઝરી ધોધ પર પ્રવાસીઓના પ્રવેશ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ, 6 સપ્ટેમ્બર સુધી જાહેરનામું અમલમાં
Next Article ગુજરાતને ભારતના હાઇપરસ્કેલ AI હબ તરીકે સ્થાપિત કરશે નવી ડેટા સેન્ટર પોલિસી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતને 4 નવા ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ની સોગાદ, અશ્વિની વૈષ્ણવે અનેક રેલવે પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ
Gujarat સપ્ટેમ્બર 15, 2026
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે WCEF 2026ની 10મી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ
Gandhinagar Gujarat સપ્ટેમ્બર 15, 2026
માંડવીના શિરવા ગામમાં 18 વર્ષ જૂનું દબાણ હટાવાયું, 1,300 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ
Gujarat Kutch સપ્ટેમ્બર 15, 2026
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પવિત્ર નર્મદા જળના કળશ સાથે બાઈક યાત્રાનો પ્રારંભ, પ્રફુલ પાનશેરીયા જોડાયા
Gujarat Narmada સપ્ટેમ્બર 15, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?