કેરળ વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ ઐતિહાસિક જીત મેળવી છે અને રાજ્યમાં દસ વર્ષથી ચાલતા ડાબેરી શાસનનો અંત આવ્યો છે. યુડીએફે 140 સભ્યોની વિધાનસભામાંથી 102 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જે રાજ્યના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ મોરચો સાબિત થયો છે.
આ ભવ્ય જીત બાદ આજે તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે વી.ડી. સતીસને કેરળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા. સમારોહ ખૂબ જ ભવ્ય રીતે યોજાયો હતો, જેમાં રાજ્યના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.
#WATCH | Congress leader VD Satheesan takes oath as Chief Minister of Keralam at the Central Stadium in Thiruvananthapuram
(Source: PRD) pic.twitter.com/MKCPgnpO3F
— ANI (@ANI) May 18, 2026
વી.ડી. સતીસને મલયાલમ ભાષામાં મુખ્યમંત્રી પદની શપથ લીધી, જે સ્થાનિક સંસ્કૃતિ પ્રત્યેની તેમની લાગણીને દર્શાવે છે. ખાસ વાત એ છે કે લગભગ 60 વર્ષ બાદ કેરળમાં એવો પ્રસંગ આવ્યો છે જ્યારે મુખ્યમંત્રી સાથે સમગ્ર મંત્રીમંડળે એકસાથે શપથ ગ્રહણ કર્યું. કુલ 20 સભ્યોના મંત્રીમંડળે પણ એક સાથે પદ અને ગોપનીયતાની શપથ લીધી, જે રાજ્ય માટે એક નવી પરંપરા અને રાજકીય એકતાનું પ્રતિક બની છે.
શપથ ગ્રહણ બાદ સતીસને મંચ પર હાજર તમામ મહાનુભાવો સાથે મુલાકાત કરી અને નવી સરકારના કાર્યકાળ માટે શુભેચ્છાઓ સ્વીકારી. તેમણે રાજ્યના વિકાસ, પારદર્શિતા અને લોકકલ્યાણને પ્રાથમિકતા આપવાની વાત કરી.
#WATCH | Thiruvananthapuram: VD Satheesan greets party president Mallikarjun Kharge and other leaders present on the stage after taking oath as Chief Minister of Keralam
(Source: PRD) pic.twitter.com/Cxk3ZfJY1u
— ANI (@ANI) May 18, 2026
ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસ પાર્ટીમાં મુખ્યમંત્રી પદને લઈને આંતરિક મતભેદો પણ જોવા મળ્યા હતા. વી.ડી. સતીસન, રમેશ ચેન્નીથલા અને કે.સી. વેણુગોપાલ વચ્ચે મુખ્યમંત્રી પદ માટે સ્પર્ધા હતી. પાર્ટી હાઇકમાન્ડ સ્તરે અનેક બેઠકઓ યોજાઈ હતી અને અંતે સોનિયા ગાંધીની મંજૂરી બાદ વી.ડી. સતીસનના નામ પર અંતિમ મોહર લાગી.
વી.ડી. સતીસન કેરળના પરાવુર મતવિસ્તારના છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓએ 1990ના દાયકામાં વિદ્યાર્થી રાજકારણથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં કેરળ વિદ્યાર્થી સંઘ તથા યુવા કોંગ્રેસમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. 2021 થી 2026 દરમિયાન તેઓ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત રહ્યા હતા. તેમની મજબૂત સંગઠનાત્મક ક્ષમતા અને આક્રમક વક્તૃત્વ માટે તેઓ જાણીતા છે.
નવી સરકારના શપથ ગ્રહણ સાથે કેરળમાં રાજકીય રીતે એક નવો અધ્યાય શરૂ થયો છે, જ્યાં લોકો હવે વિકાસ અને સ્થિર શાસનની અપેક્ષા રાખી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel