અમદાવાદમાં સ્થાનિક શાસનમાં મહત્વપૂર્ણ બદલાવ સામે આવ્યો છે. Ahmedabad Municipal Corporation (AMC) ખાતે 26 મેના રોજ યોજાયેલી પહેલી બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલાયેલ બંધ કવર ખોલીને આગામી અઢી વર્ષની નવી ટર્મ માટેના હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
પૂર્વાનુમાન મુજબ જ પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટ ને અમદાવાદના નવા મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌથી પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કમલેશ પટેલના નામ પર મહોર લગાવવામાં આવી છે.
નવી ટીમની સંપૂર્ણ યાદી
AMCમાં જાહેર કરાયેલા મુખ્ય હોદ્દેદારો આ પ્રમાણે છે:
- મેયર: હિતેશ બારોટ
- ડેપ્યુટી મેયર: અંજુબેન શાહ
- સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કમલેશ પટેલ
- પક્ષના નેતા: જશુભાઈ ઠાકોર
- દંડક (Whip): અતુલ મિશ્રા
મેયર પદ માટે અનેક નામ ચર્ચામાં
મેયર પદ માટે હિતેશ બારોટ સિવાય ધર્મશી દેસાઈ, જશુભાઈ ઠાકોર અને રાજુ ઠાકોર ના નામો પણ ચર્ચામાં હતા.
ગત ટર્મમાં મેયર શાહીબાગ વોર્ડમાંથી હોવાથી આ વખતે મધ્ય ઝોનમાંથી ફરી પસંદગી થવાની સંભાવના ઓછી માનવામાં આવી રહી હતી. પરિણામે પશ્ચિમ ઝોનને પ્રાથમિકતા મળતા હિતેશ બારોટની પસંદગી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી હતી.
સ્ટેન્ડિંગ કમિટીની મહત્વતા
AMCમાં સ્ટેન્ડિંગ કમિટી સૌથી મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે નીતિગત નિર્ણયો, બજેટ મંજૂરી અને મોટા પ્રોજેક્ટ્સની અંતિમ મંજૂરી અહીંથી જ મળે છે. કમલેશ પટેલની નિમણૂક સાથે હવે શહેરના વિકાસ સંબંધિત મોટા નિર્ણયોમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel