કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની દીકરી લગ્નના બંધને બંધાઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રીના બેંગલુરુ સ્થિત ઘર પર આયોજીત સમારંભમાં સાદગી સાથે તેમની દીકરી પરકલા વાંગમયીએ ગુજરાતના પ્રતીક સાથે લગ્ન કર્યા છે. અમુક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, લગ્ન સમારંભનું આયોજન બેંગલુરુની એક હોટલમાં કર્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્ન દરમ્યાન પરિવાર અને અમુક મિત્રો હાજર રહ્યા હતા. સમારંભમાં કોઈ રાજકીય દિગ્ગજને બોલાવામાં આવ્યા નહોતા. પરકલાના પ્રતીક સાથે હિન્દુ પરંપરા અનુસાર ઉડ્ડપી અદામારુ મઠના સંતોના આશીર્વાદ સાથે સંપન્ન થયા હતા.
સીતારમણની દીકરી વાંગમયી એક ફીચર લેખિકા છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગમાંથી માસ્ટરની ડિગ્રી લીધી છે. તેણે નોર્થવેસ્ટર્ન યૂનિવર્સિટીના મેડિલ સ્કૂલ ઓફ જર્નલિઝ્મમાંથી પત્રકારિતાનો અભ્યાસ પણ કર્યો છે
આ અગાઉ કેન્દ્રીય મંત્રીએ સપ્ટેમ્બર 2019માં ડોટર્સ ડેના દિવસે પરકલા સાથે એક જુની તસ્વીર શેર કરી હતી. તેમણે એક ટ્વિટમાં પરકલાન એક દોસ્ત, દાર્શનિક અને માર્ગદર્શક બતાવ્યા હતા.