Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 33°C

નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રિર્પોર્ટ જાહેર કર્યો, GDP અંગે કર્યો મોટો દાવો

નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રિર્પોર્ટ જાહેર કર્યો, GDP અંગે કર્યો મોટો દાવો

 દેશના કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ પૂર્વે આજે 2024-25 માટેનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. જેમાં તેમણે દેશનો જીડીપી ગ્રોથ સ્થિરપણે વધી રહ્યો હોવાનું જણાવ્યું છે. આવતીકાલે 2025-26 માટે કેન્દ્રી બજેટ રજૂ કરશે. જેમાં કરદાતાઓથી લઈને ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સુધીના દરેક માટે મોટી જાહેરાતો કરે તેવી અપેક્ષા છે.

લોકસભામાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2025-26 માટે દેશનો જીડીપી ગ્રોથ 6.3 ટકાથી 6.8 ટકાના દરે વધવાનો અંદાજ વ્યક્ત થયો છે. તેમજ જીએસટી કલેક્શન 11 ટકા વધી રૂ. 10.62 લાખ કરોડે પહોંચવાનો અંદાજ આપ્યો છે.

મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ નબળી પડી.

આર્થિક સર્વે અનુસાર, જીએસટી કલેક્શન આગામી નાણાકીય વર્ષમાં 11 ટકા વધી રૂ. 10.62 લાખ કરોડે પહોંચશે. સર્વેમાં નીતિગત સુધારાઓ અને આર્થિક સ્થિરતાની દિશામાં સરકારના પ્રયાસો રેખાંકિત કરે છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે જીડીપી ગ્રોથ 6.5 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે, જ્યારે વર્લ્ડ બેન્કે 6.7 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે. પીએમઆઈ સતત 14માં મહિને વધ્યો છે. સર્વિસ સેક્ટર મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યુ છે. પરંતુ મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ નબળી પડી છે. કુલ GVAએ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિકમાં મહામારી પૂર્વેની સ્થિતિ પરત મેળવી છે.

સર્વિસ સેક્ટરમાં આકર્ષક વધારો

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ 7.1 ટકા નોંધાયો છે. જુલાઈ-નવેમ્બર, 2024માં કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ 8.2 ટકા વધ્યો છે. જેમાં વધારો થવાની શક્યતા છે. સ્થિર કિંમતો પર ગુડ્સ અને સર્વિસની નિકાસ પણ છ માસમાં 5.6 ટકા વધી છે. આયાત પણ 0.7 ટકા વધી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.