DRDOએ પિનાકા રૉકેટ સિસ્ટમ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDO અને ભારતીય સેનાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે. માત્ર 44 સેકન્ડમાં આ સિસ્ટમ સાલ્વો મોડમાં તમામ 12 રોકેટને ફાયર કરી શકે છે.
રક્ષા મંત્રાયલ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પરીક્ષણ દરમિયાન રોકેટના પ્રોવિઝનલ સ્ટાફ ક્વોલિટેટીવ રિક્વાયરમેન્ટ્સ (PSQR) માપદંડો જેમ કે રેન્જિંગ, ચોકસાઈ, સ્થિરતા અને સેલ્વો મોડનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. લોન્ચર પ્રોડક્શન એજન્સીઓ દ્વારા અપગ્રેડ કરાયેલા બે ઇન-સર્વિસ પિનાક લોન્ચર્સમાંથી કુલ બાર રોકેટનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. વિવિધ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ત્રણ તબક્કામાં ફ્લાઇટ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી.
પિનાક હથિયારની ખાસિયતો
પિનાકા રૉકેટ સિસ્ટમ 25 મીટરની ત્રિજ્યામાં 75 કિલોમીટર સુધીના લક્ષ્યોને ભેદી શકશે. જે અગાઉ 38 કિલોમીટર હતી. તેની ઝડપ 1000 થી 1200 મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે કે એક સેકન્ડમાં એક કિલોમીટર. માત્ર 44 સેકન્ડમાં સાલ્વો મોડમાં તમામ 12 રોકેટને ફાયર કરી શકે છે, એટલે કે દર 4 સેકન્ડમાં એક રોકેટ. લોડર સિસ્ટમ, રડાર અને નેટવર્ક આધારિત સિસ્ટમ કમાન્ડ પોસ્ટ સાથે જોડાયેલ છે. હાલમાં તે બે પ્રકારના છે. પ્રથમ માર્ક I છે જેની રેન્જ 40 કિલોમીટર છે અને બીજી માર્ક-II છે જેની રેન્જ 75 કિલોમીટર છે.
પિનાકા રોકેટ લોન્ચરને અમેરિકાની હિમર્સ સિસ્ટમની સમાન ગણવામાં આવે છે અને તે ભારતની પ્રથમ મોટી સંરક્ષણ નિકાસ રહી છે. હવે ફ્રાન્સે પણ આ રોકેટ સિસ્ટમની ખરીદીમાં રસ દાખવ્યો છે.