લોકસભામાં ભારે હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે ઓનલાઈન સટ્ટાબાજી અને ગેરકાયદે ઓનલાઈન ગેમિંગને લગતું બિલ પસાર કરી દીધું છે, જેને હવે રાજ્યસભામાં મંજૂરી માટે મોકલવામાં આવશે. નવા કાયદા અનુસાર, દેશમાં ઓનલાઈન સટ્ટાબાજીને હવે દંડનીય ગુનો માનવામાં આવશે. સરકાર સ્પષ્ટપણે કહી ચૂકી છે કે આ બિલને અમલમાં લાવવા પાછળનો મુખ્ય હેતુ સટ્ટાકીય પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા સાથે ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે એક કાયદાકીય માળખું ઉભું કરવાનો છે. આ બિલ પાસ થયા પછી એવી એપ્લિકેશન્સ અને સેલિબ્રિટીઓ પર કાર્યવાહી થઈ શકશે જે ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહન આપે છે અથવા તેનું માર્કેટિંગ કરે છે.
નવા બિલમાં ખાસ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. જેમાં સટ્ટાકીય, નાણાકીય જોખમ અને કુટેવોને પ્રોત્સાહન આપતી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બીજી તરફ, ચેસ, ક્વિઝ અને ઈ-સ્પોર્ટ્સ જેવી સ્કિલ આધારિત ગેમ્સને સ્પષ્ટપણે બતાવવું પડશે કે તે કૌશલ્ય આધારિત છે કે તક આધારિત. દરેક ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ માટે ફરજિયાત KYC પ્રક્રિયા, ડેટા પ્રોટેક્શનના નિયમો, અને સગીરો માટે સમય મર્યાદા, ખર્ચ મર્યાદા તેમજ પેરેન્ટલ કંટ્રોલ જેવી શરતો અમલમાં આવશે.
I&B Minister @AshwiniVaishnaw moves The Promotion and Regulation of Online Gaming Bill, 2025 in Lok Sabha for consideration and passing.@MIB_India @ombirlakota @LokSabhaSectt pic.twitter.com/gzYaQysnlX
— SansadTV (@sansad_tv) August 20, 2025
સરકારી આંકડાઓ મુજબ, ભારતમાં આશરે 22 કરોડ લોકો ઓનલાઈન સટ્ટાબાજી એપ્સનો ઉપયોગ કરે છે, જેમાંથી 11 કરોડ લોકો નિયમિત યુઝર્સ છે. અંદાજે દેશના 45 કરોડ લોકો દરરોજ લગભગ ₹20,000 કરોડ ઓનલાઈન બેટિંગ ગેમ્સમાં ગુમાવે છે. ભારતનું ઓનલાઈન ગેમિંગ માર્કેટ હાલ \$3 અબજથી વધુનું છે, જેને આ કાયદાથી વધુ સુવ્યવસ્થિત અને કાયદાકીય રક્ષણ મળશે. આ પગલાથી ગેમિંગ ઉદ્યોગમાં કાર્યરત વાસ્તવિક કંપનીઓને પ્રોત્સાહન મળશે અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બિલ લોકસભામાં રજૂ કરતા જણાવ્યું કે, બિલનો હેતુ ગેરકાયદે ઓનલાઈન ગેમિંગને રોકી ઈ-સ્પોર્ટ્સ, શૈક્ષણિક ગેમ્સ અને સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપવાનો છે, જેથી ગેમિંગ ઇન્ડસ્ટ્રી એક જવાબદાર, પારદર્શક અને કાયદાકીય માળખા હેઠળ કાર્ય કરી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel