Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

શિક્ષકદિન નિમિતે અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો નું કરવામાં આવ્યું સન્માન

શિક્ષકદિન નિમિતે અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો નું કરવામાં આવ્યું સન્માન

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લાકક્ષાના સમારંભમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.
શિક્ષણ એ વિકાસનો પાયો છે અને એ પાયાનો પાયો એટલે શિક્ષક. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, તેને સાકાર કરવામાં દેશના શિક્ષકોની ભૂમિકા પાયા રૂપ બની રહેવાની છે.દેશની આવતી કાલસમા બાળકોની કારકિર્દી તેમજ જીવન ઘડતર નું કામ શિક્ષકોના હાથમાં રહેલું છે.
શિક્ષકદિન નિમિતે આ વર્ષે જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ પારિતોષિક મેળવનારા શિક્ષકોમાં યોગેશકુમાર પંડ્યા, મયંકભાઇ ભટ્ટ, અને મહેશભાઈ પટેલને પારિતોષિક એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે તાલુકા કક્ષાનો એવાર્ડ મેળવનારા શિક્ષકોની માં વિલાસબેન પટેલ, અસ્વીનભાઈ ગજ્જર, અજયકુમાર શર્મા ગાયત્રીબેન ખરાડી હરેશકુમાર પ્રજાપતિ, મહેરૂનીષાબેન મસી અને હંસાબેન પારઘી ને તાલુકા કક્ષાનો એવાર્ડ એનાયત કરાયો.
આજના કાર્યક્રમમાં જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના જેવા કાર્યક્રમમાં ઉમદા પ્રદર્શન કરનાર કુલ પંદર બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું.
જિલ્લાકક્ષાના સન્માન સમારંભમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, કલેક્ટર પ્રશસ્તી પારિક, જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા ની ઉપાસ્થિતિ માં સમારંભ યોજાયો.
આજના કાર્યક્રમમાં મંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું કે બાળકોના મનમાં રહેલી શક્તિને બહાર ઉજાગર કરવાનું કાર્ય શિક્ષક કરે છે. બાળકની પ્રગતિથી શિક્ષકને ગર્વ થાય છે.

 

 

રિપોર્ટર-હિતેન્દ્રસિંહ રાઠોડ(અરવલ્લી)

Filed under Aravalli Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.