મોડાસા જેસીસ મિલ્ક કમિટી ના સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે છેલ્લા 50 વર્ષથી મોડાસા જેસિસ સાથે સંકળાયેલા અને દૂધ, છાસ અને દહીંનું વિતરણ કેન્દ્ર સંભાળતા કેન્દ્ર સંચાલકોને તથા સ્ટાફ મિત્રોને સુવર્ણ જયંતિ મહોત્સવ ની યાદગીરી રૂપે 10 ગ્રામ ચાંદીના સિક્કાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ચેરમેનશ્રી નવનીતભાઈ એન પરીખ, સેક્રેટરી મુકુન્દ એસ શાહ, ટ્રસ્ટી નિલેશભાઈ જોશી, સહમંત્રી કિરીટભાઈ કે શાહ, ખજાનચી હસમુખભાઈ સી શેઠ, કારોબારી સભ્યશ્રીઓ ડો. સુરેશભાઈ ટી પટેલ અને ધર્મીનભાઇ એન પરીખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સભામાં કેન્દ્ર સંચાલકોને પડતી તકલીફો ની ચર્ચા કરી તેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ચાલુ વર્ષ સુવર્ણ જયંતી વર્ષ હોય દરેક કેન્દ્ર સંચાલકોને પોતાના વેચાણમાં વધારો કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો.
મિટિંગમાં સેક્રેટરી મુકુન્દ શાહ, ટ્રસ્ટી નિલેશ જોશી, સહમંત્રી કિરીટ શાહ, અને ચેરમેનશ્રી નવનીતભાઈ પરીખે કેન્દ્ર સંચાલકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
સમગ્ર મીટીંગ નું સંચાલન અને આભાર દર્શન સેક્રેટરી મુકુન્દ એસ શાહે કર્યુ હતું.