અપ્રત્યક્ષ એટલે કે ઈનડાયરેક્ટ ટેક્સ લગાડવા માટે દેશમાં 1 જૂલાઈ 2017થી વન નેશન વન ટેક્સનાં સિદ્ધાંતનાં આધાર પર GST લાગૂ કરવામાં આવ્યું. ગુડ્સ એન્ડ સર્વિસિઝ પર હવે એક જ ટેક્સ GST લગાડવામાં આવે છે. તો હવે શું વન નેશન વન ઈનકમ ટેક્સ લાગૂ થવા જઈ રહ્યું છે? સંસદમાં વિપક્ષ દ્વારા આ સવાલ નાણામંત્રી નિર્મલા સીતારમણને પૂછવામાં આવ્યો હતો જેનો જવાબ આપતાં તેમણે કહ્યું કે તેઓ આ મુદા પર ચર્ચા કરવા માટે તૈયાર છે.
One nation, one tax! pic.twitter.com/7oY9aE397m
— Narendra Modi (@narendramodi) July 1, 2017
ટેક્સપેયર્સમાં કંફ્યૂઝન
6 ફેબ્રુઆરી 2024નાં રાજ્યસભામાં પ્રશ્નોત્તરી સમયે BGDની સાંસદ સુલતા દેવે સવાલ કર્યો કે દેશમાં વન નેશન વન GSTનું પ્રચલન તો છે તો પછી વન નેશન વન ઈનકસ ટેક્સ શા માટે લાગૂ નથી કરવામાં આવી રહ્યું. તેમણે કહ્યું કે હાલનાં સમયમાં ન્યૂ ઈનકમ ટેક્સ અને ઓલ્ટ ઈનકમ ટેક્સ રિજીમ બંને લાગૂ છે જેને લઈને ટેક્સપેયર્સમાં કંફ્યૂઝન છે. દેશમાં કુલ 3થી 54 કરોડ ટેક્સપેયર્સ છે જે ઈનકમ ટેક્સ ભરે છે અને તેમની મૂંજવણમાં વધારો થયો છે.
નાણામંત્રી ચર્ચા માટે તૈયાર
નાણામંત્રીએ આ પ્રશ્નનો કોઈ સ્પષ્ટ જવાબ નથી આપ્યો પણ તેમણે કહ્યું કે આ એક ઘણો મોટો અને મહત્વપૂર્ણ મુદો છે જેના પર ચર્ચા માટે હું તૈયાર છું.
2020-21માં આવ્યો ન્યૂ ટેક્સ રિજીમ
1 ફેબ્રુઆરી 2022નાં બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ ન્યૂ ઈનકમ ટેક્સ રિજીમ લાગૂ કરવાની ઘોષણા કરી. ન્યૂ ઈનકમ ટેક્સ જ્યારે લાગૂ કરવામાં આવ્યું ત્યારે સેવિંગ કે રોકાણ પર ડિડક્શન કે ટેક્સ છૂટનો લાભ નહોતો મળી રહ્યો. હોમ લોન કે મેડિક્લેમ પર પણ ટેક્સ છૂટની કોઈ સગવડ નહોતી. 50000 રૂપિયા સ્ટેંડર્ડ ડિડક્શનનો પણ લાભ ટેક્સપેયર્સને નહોતો આપવામાં આવતો. જેના લીધે ટેક્સપેયર્સને ન્યૂ ટેક્સ રિજીમ અંતર્ગત વધુ ટેક્સની ચુકવણી કરવી પડતી હતી.