નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તેની ‘વન વ્હીકલ, વન FASTag’ પહેલને અમલમાં મૂકવાની સમયમર્યાદા લંબાવી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, Paytm ફાસ્ટેગ યુઝર્સને પડી રહેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તેની સમયમર્યાદા માર્ચના અંત સુધી લંબાવવાનો પ્રસ્તાવ લાવી રહી છે. તમને જણાવી દઈએ કે NHAI એ અગાઉ 1 માર્ચથી ‘વન વ્હીકલ, વન ફાસ્ટેગ’ પહેલને લાગુ કરવાની વાત કરી હતી.
હાલમાં FASTag KYC અપડેટ કરવાની અંતિમ તારીખ 29 ફેબ્રુઆરી છે.
NHAI, જે હાઈવેનું સંચાલન કરે છે, તેણે અગાઉ વન વ્હીકલ – વન FASTag પહેલને અમલમાં મૂકવાની સમયમર્યાદા લંબાવી હતી અને તેના FASTag (FASTag KYC અપડેટ ડેડલાઈન) માટે KYC અપડેટ 29 ફેબ્રુઆરી, 2024 સુધી કરી હતી.
તમે પણ એકથી વધુ વાહનો માટે એક જ ફાસ્ટેગ વાપરો છો !
ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમની કાર્યક્ષમતા વધારવા અને ટોલ પ્લાઝા પર વાહનોની સીમલેસ હિલચાલ સક્ષમ કરવા માટે, NHAI એ ‘વન વ્હીકલ, વન ફાસ્ટેગ’ પહેલ અમલમાં મૂકી છે. તેનો ઉદ્દેશ બહુવિધ વાહનો માટે સમાન ફાસ્ટેગના ઉપયોગને નિરાશ કરવાનો છે અથવા એકથી વધુ ફાસ્ટેગને ચોક્કસ વાહન સાથે લિંક કરવાનો છે.
આ રીતે ફાસ્ટેગ KYC ઓનલાઈન કરો અપડેટ
- સૌથી પ્રથમ IHMCLની વેબસાઈટ fastag.ihmcl.com પર જાઓ
- અહીં તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા લોગ ઈન કરવાનું રહેશે.
- OTP અને કેપ્ચા કોડ ભરીને સબમિટ કરો
- અહીં એક નવી વિન્ડો ખુલશે, માય પ્રોફાઇલ પર ક્લિક કરો
- આ પછી તમે FASTag KYC સ્ટેટસ જોઈ શકશો
- તમારે KYC ઓપ્શનમાં જવું પડશે અને ગ્રાહક પ્રકાર પસંદ કરવો પડશે.
- અહીં તમામ જરૂરી દસ્તાવેજો સાથે વિગતો ઉમેરો
- આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમારું FASTag અપડેટ થઈ જશે.