ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા હતા ત્યારે આજે આ જ વિસ્તારમાં ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીર પોલીસ સાથે મળીને ફરી એકવાર ઓપરેશન શરુ કર્યું છે.
Anantnag ecnounter: J-K police, Army resume operation on second day
Read @ANI Story | https://t.co/H02d98eCiH#JammuKashmir #AnantnagEncounter #IndianArmy pic.twitter.com/2pcmWbj1hc
— ANI Digital (@ani_digital) September 14, 2023
રાજૌરીમાં બે આતંકી ઠાર કરવામાં આવ્યા હતા
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા બે દિવસથી અલગ અલગ જગ્યાઓ પર સુરક્ષાદળોના જવાન અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક અંતરિયાળ ગામમાં શરુ કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં બે આતંકી ઠાર કરવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગઈકાલ બપોરથી અથડામણ ચાલુ છે. આ અથડામણમાં કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા હતા.
આ ત્રણ અધિકારીઓ શહીદ થયા હતા
ગઈકાલે દક્ષિણ કાશ્મીરના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની એક અથડાણમાં સેનાના એક કર્નલ, એક મેજર અને એક જમ્મુ-કાશ્મીર પોલીસ ડીએસપી શહીદ થયા હતા. આતંકવાદી સાથેની અથડામણમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ શહિદ થયા હતા.