વડાપ્રધાન શહબાજ શરીફે ગઈકાલે (ગુરૂવારે) રાત્રે નેશનલ એસેમ્બલી વિસર્જિત કરાવવા માટે તેવો રાષ્ટ્રપતિને ભલામણ કરશે. તેમ સાંસદોના માનમાં યોજાયેલા એક ભવ્ય ભોજન સમારંભમાં જણાવ્યું હતું. આ સમારંભમાં દરેક પક્ષોના નેતાઓ ઉપસ્થિત હતા. તેઓની સાથે શરીફે રાષ્ટ્રની રાજકીય-પરિસ્થિતિની પણ ચર્ચા કરી હતી.
આ માહિતી આપતા પાકિસ્તાનનું અગ્રીમ વર્તમાન પત્ર ધી એક્સપ્રેસ ટ્રિબ્યુને જણાવ્યું હતું કે આ દરમિયાન વડાપ્રધાને તે વિષે નેતાઓના અભિપ્રાયો માગ્યા હતા. સાથે કેર-ટેકર પી.એમ. તથા કેર-ટેકર કેબિનેટની વ્યવસ્થા વિષે પણ તેઓના મંતવ્યો માગ્યા હતા.
તેઓએ કહ્યું કે ૯મી ઑગસ્ટે તેઓ રાષ્ટ્રપતિને નેશનલ એસેમ્બલી વિસર્જિત કરવા માટે વિધિવત સલાહ આપીશ. સંવિધાન પ્રમાણે તે લિખિત દરખાસ્ત ઉપર રાષ્ટ્રપતિએ ૪૮ કલાકમાં ‘વિસર્જન’ કરવાના પ્રસ્તાવ ઉપર હસ્તાક્ષર કરવા પડે છે. આમ છતાં કોઈપણ કારણસર રાષ્ટ્રપતિ હસ્તાક્ષર ન કરે તો પણ ”એસેમ્બલી” સ્વયમેવ વિસર્જિત થઈ જાય છે.
આ સાથે શરીફે તેવી પણ ખાતરી આપી હતી કે વિપક્ષો સાથે પણ મંત્રણા કર્યા પછી જ તેઓ કેર-ટેકર- પી.એમ.નું નામ રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કરશે. જોકે નિરીક્ષકો કહે છે કે કેર-ટેકર વડાપ્રધાન તરીકે શરીફ પોતે જ રહેશે અને વર્તમાન કેબિનેટ પણ કેર-ટેકર કેબિનેટ તરીકે કાર્યરત રહેશે.
આ મિટીંગમાં આઈએમએફ સાથેની તેમની વાટાઘાટોની સફળતા પ્રત્યે પણ સૌનું ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે રાષ્ટ્રની પ્રગતિ માટે આર્થિક સ્થિરતા મહત્વની છે.