આ વર્ષે ફેબ્રુઆરીમાં શિમલાના એક સફરજનના બગીચામાં વિમાન આકારનું એક લીલા અને સફેદ રંગનું બલૂન જોવામાં આવ્યુ હતુ જેની પર પીઆઈએનો લોગો હતો. 20 મે એ BSFના જવાનોને કહ્યુ કે તેમણે અમૃતસરમાં એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યુ અને શંકાસ્પદ નશીલા પદાર્થથી ભરેલુ એક બેગ જપ્ત કર્યું. ગત દિવસોમાં BSFએ પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ (આઈબી) પર ચાર પાકિસ્તાની ડ્રોનને રોક્યા અને તેમાંથી 3 ને તોડી પાડ્યા.
અગાઉ 1 એપ્રિલે શ્રીગંગાનગરના રાયસિંહનગર વિસ્તારમાં 41PS ચેક પોસ્ટ એરિયામાં ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદે પાક ડ્રોનના મૂવમેન્ટની આશંકાના કારણે BSF જવાનોએ તેની પર ફાયરિંગ કર્યુ હતુ. સરહદ પર પાકિસ્તાનથી હેરોઈન તસ્કર ડ્રોન દ્વારા ઘણીવખત ભારતીય સરહદમાં ડ્રગ્સ મોકલે છે. આ આશંકાના કારણે સુરક્ષા જવાનો હંમેશા એલર્ટ રહે છે.