click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’
Gujarat

પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’

જીએસટી કાઉન્સિલે આજે (3 સપ્ટેમ્બર) યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કાઉન્સિલે જીએસટી માટે બે સ્લેબ 5 ટકા અને 18 ટકા મંજૂર કર્યું છે. આ સાથે વર્તમાન 12 ટકા અને 28 ટકાના ટેક્સ સ્લેબ રદ કરી દેવામાં આવ્યા છે.

Last updated: 2025/09/04 at 11:09 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

જીએસટી કાઉન્સિલે 3 સપ્ટેમ્બરની બેઠકમાં કરેલા નિર્ણયોને કારણે ભારતના ટેક્સ સ્ટ્રક્ચરમાં મોટો બદલાવ આવ્યો છે. કાઉન્સિલે હવે બે જ સ્લેબ – 5% અને 18% – અમલમાં મૂક્યા છે, જ્યારે હાલના 12% અને 28% ના સ્લેબને રદ કરવામાં આવ્યા છે. આ ફેરફારથી એક તરફ સામાન્ય વપરાશકર્તાઓને રાહત મળશે તો બીજી તરફ લક્ઝરી અને હાનિકારક ચીજવસ્તુઓ પર ભારે ટેક્સ લગાડીને સરકાર આવક વધારશે અને જાહેર આરોગ્યને પણ પ્રોત્સાહન આપશે. ખાસ કરીને તમાકૂ સંબંધિત વસ્તુઓ પર 40% સુધીનો જી.એસ.ટી. લગાડવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી ગુટખા, સિગારેટ, પાન મસાલા અને જરદા જેવી વસ્તુઓ મોંઘી થશે. સાથે જ સુપર લક્ઝરી ચીજવસ્તુઓ, ફાસ્ટ ફૂડ, કાર્બોનેટેડ ડ્રિંક્સ, લક્ઝરી કાર અને વ્યક્તિગત ઉપયોગ માટેના એરક્રાફ્ટ પર પણ 40% ટેક્સ લાગશે. આ ઉપરાંત, આવક વધારવા માટે આ વસ્તુઓ પર વધારાનો સેસ પણ લગાડવામાં આવી શકે છે.

Contents
આ ચીજવસ્તુઓ પર 40 ટકા GSTજીવન જરૂરિયાતની કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી, જુઓ આખી યાદીઆરોગ્ય ક્ષેત્રે રાહતસ્ટેશનરી વસ્તુઓ ટેક્સ ફ્રીખેડૂતોને રાહતવાહનો થશે સસ્તાઈલેક્ટ્રોનિક ઉપકરણો પર ટેક્સ ઘટાડો

બીજી તરફ, રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ હવે સસ્તી થશે. વપરાશકર્તાઓ માટે મોટી રાહતરૂપે હેયર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ અને શેવિંગ ક્રીમ જેવા પ્રોડક્ટ્સ પર ટેક્સ 18% માંથી ઘટાડી 5% કરવામાં આવ્યો છે. ડેરી ઉત્પાદનો જેમ કે માખણ, ઘી, ચીઝ પર હવે 12%ના બદલે ફક્ત 5% ટેક્સ લાગશે. પ્રી-પેકેજ્ડ નમકીન, ચવાણું, વાસણો, ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્સ અને ડાયપર જેવી વસ્તુઓ પર પણ હવે માત્ર 5% જ ટેક્સ રહેશે. સીવણ મશીન અને તેના ભાગો પણ આ કેટેગરીમાં આવશે, જેના કારણે ઘરગથ્થુ ઉદ્યોગોને મોટી રાહત મળશે.

આ ચીજવસ્તુઓ પર 40 ટકા GST

  • સુપર લક્ઝરી ચીજવસ્તુઓ
  • પાન મસાલા
  • સિગારેટ ગુટખા
  • ચાવવાની તમાકુ
  • જરદા
  • એડેડ શુગર, કાર્બોનેટેડ ડ્રિંક્સ
  • વ્યક્તિગત ઉપયોગ માટે એરક્રાફ્ટ
  • લક્ઝરી કાર
  • ફાસ્ટ ફૂડ

જીવન જરૂરિયાતની કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી, જુઓ આખી યાદી

  • હેયર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ 18% થી 5%
  • માખણ, ઘી, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો 12% થી 5%
  • પ્રી-પેકેજ્ડ નમકીન અને ચવાણું 12% થી 5%
  • વાસણો 12% થી 5%
  • ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્સ અને ડાયપર 12% થી 5%
  • સીવણ મશીન અને તેના ભાગો 12% થી 5%

આરોગ્ય ક્ષેત્રે રાહત

  • હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ 18% થી શૂન્ય
  • થર્મોમીટર 18% થી 5%
  • મેડિકલ ગ્રેડ ઓક્સિજન 12% થી 5%
  • ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ્સ 12% થી 5%
  • ચશ્મા 12% થી 5%

સ્ટેશનરી વસ્તુઓ ટેક્સ ફ્રી

  • નકશા, ચાર્ટ અને ગ્લોબ્સ 12% થી શૂન્ય
  • પેન્સિલ, શાર્પનર્સ, ક્રેયોન્સ-પેસ્ટલ્સ કલર્સ 12% થી શૂન્ય
  • પાઠ્ય પુસ્તકો અને નોટબુક્સ 12% થી શૂન્ય
  • ઇરેઝર 5% થી શૂન્ય

ખેડૂતોને રાહત

  • ટ્રેક્ટર 12% થી 5%
  • ટ્રેક્ટર ટાયર અને ભાગો 18% થી 5%
  • જંતુનાશકો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો 12% થી 5%
  • જમીન ખેડવા, લણણી અને થ્રેશિંગ માટેના મશીનો 12% થી 5%

વાહનો થશે સસ્તા

  • પેટ્રોલ, LPG અને CNG કાર (1200 CC અને 4000 MM સુધીના) 28% થી 18%
  • ડીઝલ કાર (1500 CC અને 4000 MM સુધીના) 28% થી 18%
  • થ્રી-વ્હીલર વાહનો 28% થી 18%
  • 350 CC સુધીના બાઇક 28% થી 18%
  • માલ પરિવહન માટેના વાહનો 28% થી 18%

ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર ટેક્સ ઘટાડો

  • એર કંડિશનર 28% થી 18%
  • 32 ઇંચથી મોટા ટીવી 28% થી 18%
  • મોનિટર અને પ્રોજેક્ટર 28% થી 18%
  • ડીશ વોશિંગ મશીન 28% થી 18%

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: 'ગુટખા-પાન મસાલા, @india, 40% special GST, 40% સ્પેશિયલ GST, Breaking news, cigarettes, CM Gujarat, gst, GST Council Meeting, gujarati news, gujaratinews, gutkha-pan masala, latest news, Narendra Modi, news channel in india, Nirmala Sitharaman, oneindianews, top news channel, topnews, topnewschannelinindia, જીએસટી કાઉન્સિલ, સિગારેટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 4, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસીઓ સાથે કરોડોની છેતરપિંડી કરનાર ત્રણેય આરોપી પોલીસના સકંજામાં
Next Article પાકિસ્તાની મિસાઈલોને નિષ્ફળ બનાવનાર S-400 સિસ્ટમના વધારાના હથિયારો ખરીદશે ભારત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?