તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસીઓ લોકોના ડોક્યુમેન્ટ લઈ દાનની રકમ આપવાની લાલચ આપી અલગ અલગ બેંકમાં તેમના ખાતા ખોલાવી ત્રણ ઈસમોએ શેર બજારમાં ટ્રેડિંગના નામે તેમના ખાતામાં કરોડો રૂપિયાનો વ્યવહાર કરી દેતા પોલીસે ત્રણેયને ઝડપી તેમની ઓફિસ અને ઘર ખાતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
ભીમપોર ગામના દંપતીએ તેમના મહત્વના ડોક્યુમેન્ટ લઈ સુરતના એક ઈસમ સાથે મળી અલગ અલગ દસ બેન્કમાં ખાતા ખોલાવી કરોડો રૂપિયાના વ્યવહાર કરી દેતા ચકચાર મચી છે.
બનાવની ગંભીરતા લઈ વાલોડ પોલીસે ત્રણ ઈસમ સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ભીમપોર ગામના નરેશ ચૌહાણ અને તેમની પત્ની અમીતા ચૌહાણ તેમજ સુરતના ઘોડદોડ વિસ્તારમાં રહેતા એજન્ટ રુજલ અનિલકુમાર શાહને ઝડપી પૂછપરછ કરતા તેમના ઘ્વારા શેર બજારમાં ટ્રેડિંગ કરવા 54 વ્યક્તિના ખાતા સુરતની અલગ અલગ દસ બેન્ક માં ખોલાવી 3 કરોડ 71 લાખ 68 હજાર 564 રૂપિયાના ટ્રાન્જેક્શન કર્યા હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે પકડાયેલા ત્રણેય ઇસમોના ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરી નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel