ભાજપના IT સેલ પ્રમુખ અમિત માલવિયાએ કોંગ્રેસ પર ફરી એકવાર ગંભીર આક્ષેપો કર્યા છે અને સમગ્ર મુદ્દાને રાજકીય રીતે ગરમાવી દીધો છે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે જુદા જુદા વિધાનસભા વિસ્તારોમાં સક્રિય વોટર આઈડી કાર્ડ છે, જે સીધો ચૂંટણી કાયદાનો ભંગ છે. માલવિયાએ ખેડાના બંને વોટર આઈડી કાર્ડની વિગતો જાહેર કરીને પ્રશ્ન ઉઠાવ્યો કે શું ખેડાએ એક કરતાં વધુ વખત મતદાન કર્યું છે? આ સાથે જ તેમણે રાહુલ ગાંધીના તાજેતરના “વોટ ચોરી” અભિયાનને આડે હાથ લેતા કહ્યું કે સોનિયા ગાંધીએ ભારતીય નાગરિકતા મળ્યા પહેલા જ પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરાવી લીધું હતું, જે પોતે જ ગંભીર અનિયમિતતા છે.
માલવિયાએ ચૂંટણી પંચને પવન ખેડાના બે વોટર આઈડી કાર્ડ અને તેમની દ્વારા સંભવિત રીતે કરાયેલા ડબલ મતદાનની સઘન તપાસ કરવાની અપીલ કરી છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ખેડાએ બિહારમાં ગેરમાર્ગે દોરતી પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પ્રક્રિયાને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો. માલવિયાએ એ પણ સ્પષ્ટ કર્યું કે રાહુલ ગાંધીએ પોતાના ‘વોટ ચોરી’ના આરોપોને લઈને કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરી નથી અને સુપ્રીમ કોર્ટ પણ આવા જ પ્રકારના આક્ષેપોને પહેલા રદ કરી ચૂક્યું છે.
કોંગ્રેસ નેતા પવન ખેડાના 2 એપિક નંબર
પહેલા વોટર આઈડીની વિગતો
નામ: પવન ખેડા
પિતાનું નામ: એચ.એલ. ખેડા
એપિક નંબર: XHC1992338
વિધાનસભા: 41 જંગપુરા
પાર્ટ નંબર: 28
પાર્ટનું નામ: નિઝામુદ્દીન ઈસ્ટ
સીરિયલ નંબર: 929
બીજા વોટર આઈડી કાર્ડની વિગતો
નામ: પવન ખેડા
પિતાનું નામ: એચ.એલ. ખેડા
એપિક નંબર: SJE 0755967
વિધાનસભા: 40 નવી દિલ્હી
પાર્ટ નંબર: 78
પાર્ટનું નામ: કાકા નગર
સીરિયલ નંબર: 820
Rahul Gandhi screamed “Vote Chori” from the rooftops. But just like he forgot to mention that his mother, Sonia Gandhi, enlisted herself in India’s voter list even before becoming an Indian citizen, it has now emerged that Pawan Khera, Congress spokesperson—who never misses a… pic.twitter.com/IkGFlUhuWk
— Amit Malviya (@amitmalviya) September 2, 2025
કૉંગ્રેસ પર સીધો પ્રહાર કરતા માલવિયાએ કહ્યું કે સાચી “વોટ ચોર” પાર્ટી કૉંગ્રેસ જ છે, કેમ કે તેણે વર્ષોથી ગેરકાયદેસર ઘૂસણખોરોને મતદાર યાદીમાં સામેલ કરીને લોકશાહી સાથે છેડછાડ કરી છે. તેમના અનુસાર, હવે જ્યારે ચૂંટણી પંચ ગેરકાયદેસર રીતે બનેલી મતદાર યાદીઓને શુદ્ધ કરવાની ઝુંબેશમાં છે, ત્યારે કૉંગ્રેસને પોતાનો પર્દાફાશ થવાની ભીતિ સતાવી રહી છે. અંતે માલવિયાએ ચેતવણી આપી કે દેશને સમજવું પડશે કે રાહુલ ગાંધી જેવા નેતાઓ લોકશાહી માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel