આજરોજ વાલોડ ખાતે વાલોડ તાલુકાના વેડછી , અંબાચ, દેગામા , રૂપવાળા, ખાનપુર જેવા ગામોના વિદ્યાર્થીઓ તથા નોકરીયાત વર્ગ ને રોજે રોજ બહારગામ જવું પડતું હોય અને આ રૂટોની બસો કોરોના કાળ દરમિયાન થી બંધ હોય જેથી અવરજવરમાં તકલીફ પડતી હોવાથી આજરોજ વાલોડ ચાર રસ્તા ખાતે બસ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ કેટલાક ગરીબ વિદ્યાર્થીઓ તથા નોકરીએ આવવા જવા માટેની બસો ન આવતા શિક્ષણ તથા નોકરી જવા માટે ખાનગી વાહનોમાં અવર જવર કરવા માટે નાણાં ન હોય ગરીબ વિદ્યાર્થીઓએ 7 થી 10 કી.મી. સુધી રોજ ચાલવું પડતું હતું, કેટલાક વિદ્યાર્થીઓ પ્રાઇવેટ વાહનોમાં વધારે ભાડું આપી આવતા હોય અને કેટલાક વાલીના વિદ્યાર્થીઓ રોજબરોજ લેવા અને મુકવા આવતા હોય તેથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે ગતરોજ વેડછી,અંબાચ ,દેગામા, રૂપવાડા તથા ખાનપુર ગામોના લોકો દ્વારા સોશિયલ મીડિયા ઉપર બસ રોકો આંદોલન કરવાની ચીમકી વિદ્યાર્થીઓ તથા નોકરિયાત વર્ગ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
આ સાથે વાલોડ ગામમાંથી પસાર થતી બસ કેટલાય સમયથી બંધ હોય અને વાલોડ બાય પાસ થી જતી હતી જેની પણ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી કે બસ વાલોડ ગામમાંથી પોતાના જૂના રૂટ પ્રમાણે શરૂ કરવામાં આવે.
આ આંદોલન બપોરે ત્રણ કલાકે વાલોડ ચાર રસ્તા પર રાખવામાં આવ્યું હોય ચારેય ગામોના વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન કરવાનું મન મનાવી લીધું હતું વિષયની ગંભીરતા પારખી વાલોડના મામલતદાર નેહાબેન સવાણી તથા પી.એસ.આઈ એન.જે.પંચાલ દ્વારા તાત્કાલિક એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓને તથા ચારેય ગામોના સરપંચોને આંદોલન થાય તે પહેલા જ મામલતદાર કચેરીમાં બોલાવી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને આ બાબતે અધિકારીઓ દ્વારા આ બધી સમસ્યાનું તાત્કાલિક ધોરણે સમાધાન કરી બંધ બસો ચાલુ કરવાની અને વાલોડ ગામમાંથી જૂના રૂટ પ્રમાણે બસ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.