સિહોરમાં શ્રાવણનાં વરસાદની પ્રસાદી લેતાં ભાવિક ભક્તોએ ઐતિહાસિક નવનાથ મહાદેવની યાત્રા માણી છે
શીતળા સાતમ પર્વે ધાર્મિક સિહોર નગરીનાં ઐતિહાસિક નવનાથ મહાદેવની યાત્રા ભાવ ભક્તિ અને ઉમંગ સાથે યોજાઈ ગઈ.
મુક્તેશ્વર મહાદેવથી પ્રસ્થાન થયેલી આ સામૂહિક નવનાથ યાત્રામાં સંતો, મહંતો અને અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં સનાતન ભક્તો જોડાયાં હતાં.
સિહોરમાં પવિત્ર શ્રાવણનાં વરસાદની પ્રસાદી લેતાં ભાવિક ભક્તોએ આ ઐતિહાસિક નવનાથ મહાદેવની યાત્રા માણી છે
ધર્મ જાગરણ સમન્વય અંતર્ગત અગ્રણીઓનાં સંકલન વડે આ યાત્રા લાભ સિહોર સહિત સમગ્ર પંથકનાં ભાવિકોને યાત્રા લાભ મળ્યો છે.