લોકસભા ચૂંટણી 2024ની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) અને NDA ગઠબંધનના ઘણા નેતાઓ હાજર હતા. વડાપ્રધાન પહેલા બનારસમાં દશાશ્વમેધ ઘાટ ગયા અને પછી કાલ ભૈરવ મંદિરના દર્શન કર્યા હતા.
#WATCH | Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024 pic.twitter.com/lSgGcPiNjR
— ANI (@ANI) May 14, 2024
ગંગાની પૂજા તેમજ કાલ ભૈરવના દર્શન કર્યા બાદ ઉમેદવારી નોંધાવી
લોકસભા 2024ની ચૂંટણી માટે ચાર તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે અને બે તબક્કામાં મતદાન બાકી છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. નરેન્દ્ર મોદીએ ગંગાની પૂજા તેમજ કાલ ભૈરવના દર્શન કર્યા બાદ ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત 12 ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્ય મંત્રી તેમજ અનેક ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા.
વારાણસીમાં પહેલી જૂને યોજાશે મતદાન
વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ના ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર 13મી મેએ મતદાન થવાનું છે. આ 10 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા અને ત્રીજા તબક્કામાં 61.45 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.