સંસદ ભવનના ઓડિટોરિયમમાં આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વ હેઠળના એનડીએ (NDA) સંસદીય દળની મહત્વની બેઠક યોજાઈ, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ આકર્ષણ રહ્યા. પીએમ મોદીના આગમન પર એનડીએના તમામ સાંસદોએ “હર હર મહાદેવ” અને “ભારત માતા કી જય”ના ઉદ્ઘોષ સાથે તેમનું ગરમેજુ સ્વાગત કર્યું. આ અવસરે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીને હાર પહેરાવી અને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ તેમનો સન્માન કર્યો. ‘ઓપરેશન સિંદૂર’ અને ‘ઓપરેશન મહાદેવ’ બંને માટે પીએમ મોદીની નેતૃત્વક્ષમતા અને ભારતીય સેનાના શૌર્ય માટે પ્રશસ્તિ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા.
भव्य स्वागत
प्रधानमंत्री नरेंद्र मोदी को NDA संसदीय दल की बैठक में 'हर हर महादेव' और 'भारत माता की जय' के नारों के बीच जोरदार तालियों के साथ स्वागत किया गया।#NDAMeeting #NarendraModi #HarHarMahadev #BharatMataKiJai #ParliamentaryMeeting
[ NDA Meeting, Narendra Modi, Har Har… pic.twitter.com/yPWEbeEiaZ
— One India News (@oneindianewscom) August 5, 2025
બેઠકના પ્રારંભે પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ, પાકિસ્તાનના પીઠબળથી કાર્યરત આતંકી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ના ગંભીર હુમલાની નિંદા કરતો અને ભારતની સુરક્ષા નીતિની આંતરરાષ્ટ્રીય માન્યતા દર્શાવતો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર થયો. એ પ્રસ્તાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે TRFને અમેરિકાએ વિદેશી આતંકવાદી સંગઠન (FTO) અને ખાસ વૈશ્વિક આતંકવાદી (SDGT) તરીકે ઘોષિત કર્યો છે, તથા BRICS સમિટના સંયુક્ત ઘોષણાપત્રમાં પણ આ હુમલાની સ્પષ્ટ રીતે નિંદા કરાઈ છે, જે ભારતના કઠોર રાજદ્વારી વલણની નિશાની છે.
આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે 7 ઓગસ્ટથી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા શરૂ થવાની છે. એનડીએ પાસે સંસદના બંને ગૃહોમાં સ્પષ્ટ બહુમતી હોવાથી, એનડીએના ઉમેદવારની વિજય લગભગ નિશ્ચિત છે. પક્ષે 21 ઓગસ્ટ પહેલા પોતાના ઉમેદવારની જાહેરાત કરવી પડશે, કારણ કે આ તારીખે નામાંકન કરવાની અંતિમ તારીખ છે અને એ જ દિવસે ચોમાસું સત્ર પણ સમાપ્ત થવાનું છે.
#WATCH | Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, Union Ministers JP Nadda and Kiren Rijiju and all other NDA MPs head to the Parliament building after NDA Parliamentary party meeting. pic.twitter.com/r1ARuvWurw
— ANI (@ANI) August 5, 2025
બીજી તરફ, બિહારમાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા વિવાદનો વિષય બની છે. વિપક્ષે તેની પારદર્શિતા પર સવાલ ઉઠાવતાં સંસદમાં સતત વિરોધ કરી રહ્યો છે. પરિણામે સોમવારે લોકસભામાં ‘રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ, 2025’ અને ‘રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ, 2025’ પર ચર્ચા થઈ શકી નહતી. વિપક્ષની માગ છે કે SIR પ્રક્રિયા પાછી ખેંચવામાં આવે. આ મુદ્દાઓના કારણે ચોમાસું સત્ર પણ પ્રભાવિત થયું છે.
આ બેઠક વડાપ્રધાન મોદી માટે શ્રદ્ધાંજલિ અને સન્માન બંનેનો પ્રસંગ બની, સાથે સાથે દેશની સુરક્ષા અને લોકશાહી પ્રક્રિયાઓને લઇને એનડીએના રાજકીય સંકલ્પને પણ ઉજાગર કરતી રહી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel