ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વૈશ્વિક સ્તરે વધુ એક મોટી રાજદ્વારી સિદ્ધિ મળી છે. યુરોપિયન દેશ સ્લોવાકિયાએ તેમને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ (ફર્સ્ટ ક્લાસ)’થી સન્માનિત કર્યા છે. આ સન્માન ભારત અને સ્લોવાકિયા વચ્ચેના મજબૂત સંબંધો તેમજ વૈશ્વિક સ્તરે ભારતની વધતી પ્રતિષ્ઠાનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે.
આ પુરસ્કાર સ્લોવાક રિપબ્લિકનું સૌથી પ્રતિષ્ઠિત અને ઉચ્ચ રાજ્ય સન્માન છે, જે માત્ર એવા વિદેશી મહાનુભાવોને આપવામાં આવે છે જેમણે સ્લોવાકિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય. સાથે જ વિદેશ નીતિના હિતોને આગળ વધારવા અને આંતરરાષ્ટ્રીય મંચ પર સ્લોવાકિયાના હિતોને સમર્થન આપવા બદલ પણ આ એવોર્ડ આપવામાં આવે છે.
Honoured to receive The Order of the White Double Cross (1st Class) in Bratislava this evening. My gratitude to the people and Government of Slovakia for this honour, which belongs to the 140 crore people of India. I dedicate this award to the enduring friendship between India… pic.twitter.com/FXs96XremQ
— Narendra Modi (@narendramodi) June 15, 2026
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલું આ સન્માન કોઈ પણ વિદેશી દેશ દ્વારા તેમને અપાયેલું 33મું સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય સન્માન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વના અનેક દેશોએ મોદીના નેતૃત્વ અને ભારતની વૈશ્વિક ભૂમિકાની પ્રશંસા કરતાં તેમને વિવિધ રાષ્ટ્રીય સન્માનો એનાયત કર્યા છે. આ સન્માન ભારતની મજબૂત વિદેશ નીતિ અને વૈશ્વિક કૂટનીતિની સફળતાનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે.
સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં આયોજિત વિશેષ સમારોહ દરમિયાન આ સન્માન સ્વીકાર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ સ્લોવાકિયાના લોકો અને સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ સન્માન માત્ર તેમનું વ્યક્તિગત સન્માન નથી, પરંતુ ભારતના 140 કરોડ નાગરિકોનું ગૌરવ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે, “બ્રાતિસ્લાવામાં ‘ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ (ફર્સ્ટ ક્લાસ)’ પ્રાપ્ત કરીને હું સન્માનિત અનુભવું છું. આ સન્માન માટે હું સ્લોવાકિયાના લોકો અને સરકારનો આભારી છું. હું આ એવોર્ડ ભારત અને સ્લોવાકિયા વચ્ચેની ગાઢ મિત્રતાને સમર્પિત કરું છું.”
વિશ્લેષકોના મતે આ સન્માન બંને દેશો વચ્ચેના વધતા રાજદ્વારી, આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવશે. સાથે જ યુરોપમાં ભારતની વધતી અસર અને પ્રધાનમંત્રી મોદીના વૈશ્વિક નેતૃત્વને પણ નવી માન્યતા મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel