વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા ખાતે યોજાનારી 20મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જોહાનિસબર્ગ જવા રવાના થયા છે. આ પ્રથમ વખત છે કે G20 સમિટનો આયોજન આફ્રિકન ખંડ પર થઈ રહ્યો છે, જેને કારણે આ સમિટ વૈશ્વિક સ્તરે વિશેષ મહત્વ ધરાવે છે.
રવાના થતાં પહેલાં વડા પ્રધાને જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન તેઓ અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ભારતીય દૃષ્ટિકોણ સ્પષ્ટ કરતાં વિશ્વના નેતાઓ સાથે ચર્ચા કરશે. તેઓએ “વસુધૈવ કુટુંબકમ્” અને ‘એક વિશ્વ, એક કુટુંબ, એક ભવિષ્ય’ જેવા ભારતના વિઝનને રજૂ કરવાની વાત કરી, જે આ વર્ષની G20 થીમ — “સોલિડેરિટી, ઈક્વાલિટી એન્ડ સસ્ટેનેબિલિટી” — સાથે સુસંગત છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર યોજાઈ રહેલી આ સમિટ 22થી 23 નવેમ્બર સુધી ચાલશે અને નવી દિલ્હી (2023) તથા રિયો ડી જાનેરો (2024) G20 સમિટના પરિણામોને આગળ ધપાવશે.
Will be attending the G20 Summit in Johannesburg, South Africa. This is a particularly special Summit as it is being held in Africa. Various global issues will be discussed there. Will be meeting various world leaders during the Summit. https://t.co/Sn4NFUOzXB
— Narendra Modi (@narendramodi) November 21, 2025
આ સમિટ દરમિયાન પીએમ મોદી ત્રણ મુખ્ય સત્રોમાં ભાગ લેશે, જેમાં સમાવેશી અને ટકાઉ આર્થિક વૃદ્ધિ, વૈશ્વિક પડકારો સામે G20નું યોગદાન અને બધા માટે ન્યાયી ભવિષ્ય જેવી થીમ્સ પર ચર્ચા થશે. આ સત્રોમાં વેપાર, દેવું વ્યવસ્થાપન, આબોહવા પરિવર્તન, આપત્તિ જોખમ ઘટાડવા, ન્યાયી ઊર્જા પરિવર્તન, મહત્વપૂર્ણ ખનિજો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. આ ઉપરાંત વડા પ્રધાન મોદી 6ઠ્ઠી IBSA (ઈન્ડિયા-બ્રાઝિલ-સાઉથ આફ્રિકા) સમિટમાં પણ ભાગ લેશે અને અનેક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવશે.
વડા પ્રધાન મોદીએ દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીય ડાયસ્પોરા સાથે પણ મુલાકાતનું આયોજન કર્યું છે, જે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના સાંસ્કૃતિક અને માનવીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. G20 વિશ્વના 85% GDP, 75% આંતરરાષ્ટ્રીય વેપાર અને બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. ખાસ તો, ભારતની અધ્યક્ષતા દરમિયાન આફ્રિકન યુનિયનને G20નું સ્થાયી સદસ્યપદ મળ્યું હતું, જેના કારણે આ સમિટ ઐતિહાસિક અને વધુ સર્વસમાવેશી બનશે. આ ચોથી વખત છે કે G20 સમિટ સતત ગ્લોબલ સાઉથના દેશમાં યોજાઈ રહી છે, જે વૈશ્વિક શક્તિ સંતુલનમાં દક્ષિણ દેશોની વધતી ભૂમિકાને દર્શાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel