બ્રાઝિલના બેલેમ શહેરમાં ચાલી રહેલી UN COP30 ક્લાઈમેટ સમિટમાં ગુરુવારે (20 નવેમ્બર 2025) એક ગંભીર ઘટના બની, જ્યારે સમિટના મુખ્ય સ્થળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી. આ આગ લાગતાં જ સમિટમાં હાજર 190થી વધુ દેશોના 50,000થી વધારે પ્રતિનિધિઓ, પત્રકારો અને પર્યાવરણ કાર્યકરોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો. આગ મુખ્ય કન્વેન્શન હોલના એક પેવેલિયન વિસ્તારામાં લાગેલી હતી, જ્યાં અલગ-અલગ દેશોના પ્રદર્શનો અને ચર્ચા સત્ર ચાલી રહ્યા હતા.
#COP30 is on fire pic.twitter.com/VWAIhjVrqm
— Mike Szabo / @szabotage.bsky.social (@MikeSzaboCP) November 20, 2025
સ્થાનિક સમય પ્રમાણે બપોરે 2 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 10:30) આગ ફાટી નીકળતાં તરત જ સુરક્ષા પ્રોટોકોલ શરૂ કરવામાં આવ્યા હતા. આગને કારણે કુલ 13 લોકોને ઇજા પહોંચી, પરંતુ તમામને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી હતી અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.
ઘટના સમયે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ અને ભારતના પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ પણ સમિટના બ્લૂ ઝોનમાં હાજર હતા. ભારતીય પર્યાવરણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે આગની જાણ મળતાં જ બંને સહીત તમામ પ્રતિનિધિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ મોટી ક્ષતિ ટાળી શકાય તે રીતે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી હતી.
A fire near the East Africa pavilion at the COP30 in Belem Brazil has forced mass evacuations from the climate summit. Am waiting outside, where it has started to rain. Credit: Arshreet Singh, Carbon Pulse. Fire at COP30. #COP30 pic.twitter.com/Y4ZHhHN8hs
— Liv Casben (@livcasben) November 20, 2025
ઘટનાસ્થળે તરત જ મોટી સંખ્યામાં ફાયબ્રિગેડ, રેસ્ક્યૂ ટુકડીઓ અને એમ્બ્યુલન્સ દોડી આવી હતી. પોલીસ અને સુરક્ષા દળોએ આખો વિસ્તાર બંધ કરી નિયમન અને સલામતી સુનિશ્ચિત કરી હતી. આગ પર થોડા સમય પછી નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું, પરંતુ ઘટના બાદ સમિટની પ્રક્રિયામાં થોડીક વાર માટે વિક્ષેપ થયો હતો.
UNFCCC (યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ) દ્વારા આયોજિત COP30 સમિટ 10થી 21 નવેમ્બર સુધી ચાલી રહી છે, જેમાં વૈશ્વિક તાપમાન, ગ્રીન એનર્જી, કાર્બન ઉત્સર્જન અને પર્યાવરણ સુરક્ષા જેવા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. આ અગ્નિકાંડ બાદ સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક કરવામાં આવી છે જેથી સમિટના બાકી સત્રો સુચારુ રીતે ચાલી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel