Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

પોલેન્ડના નવાનગર મેમોરિયલમાં PM મોદીએ જામ સાહેબને પુષ્પાંજલિ અર્પી, 1942 સંસ્મરણો તાજા થયા

પોલેન્ડના નવાનગર મેમોરિયલમાં PM મોદીએ જામ સાહેબને પુષ્પાંજલિ અર્પી, 1942 સંસ્મરણો તાજા થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય યુરોપના પોલેન્ડ દેશના પ્રવાસે છે. વડાપ્રધાનએ આજે પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે PMની આ મુલાકાતને આવકારી

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મુલાકાતને આવકારીને ટ્વિટમાં જણાવ્યું કે, ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે.વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે.

‘પોલેન્ડના 600 જેટલા બાળકોને આશ્રયનું સ્થાન આપ્યું હતું’

રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હોવાનું જણાવી આ મુલાકાત “વિકાસ ભી, વિરાસત ભીના” મંત્રને સાર્થક કરે છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, જામસાહેબના નામથી વોર્સોવામાં મહારાજા સ્ટેટના સ્મારક ઉપરાંત, પોલેન્ડમાં કેટલીક સ્કૂલના નામ, રોડના નામ પણ દિગ્વિજયસિંહ જાડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે.

મંત્રી ઋષિકેશ પટેલએ જામસાહેબના યોગદાનનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું હતું. આ બાળકોને રહેવા માટેનું ઉત્તમ સ્થાન, શિક્ષણ અને ભોજન સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી હતી .વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જામ સાહેબે બધા જ બાળકોને પોલેન્ડ પરત મોકલ્યા હતા. જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના આ સેવાકાર્યો સમગ્ર ભારત અને ગુજરાત માટે કાયમના સંસ્મરણો બની રહ્યા છે તેમ મંત્રી ઋષિકેશ પટેલએ ઉમેર્યું હતું.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.