પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાતની (United Arab Emirates) બે દિવસીય મુલાકાતે છે. તેઓ અબુધાબીમાં ભવ્ય હિંદુ મંદિરનું સ્વાગત કરશે. આ પહેલા તેમણે ગુરુવારે યુએઈના રાષ્ટ્રુપતિ સાથે મુલાકાત કરી હતી.
પીએમ મોદીએ જણાવ્યુ કે ઉષ્માભર્યા સ્વાગત માટે આભારી છુ. હું જ્યારે પણ અહીં આપને મળવા આવુ છુ તો મને હંમેશા લાગે છે કે હું મારા પરિવારનો મળવા આવ્યો છુ. આપણે છેલ્લા સાત મહિનામાં 5 વાર મળ્યા છીએ, એ જ દર્શાવે છે કે આપણા સંબંધો કેટલા ગાઢ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે અને એક મોટા હિંદુ મંદિરના ઉદ્દઘાટન સમારોહમાં પણ સામેલ થશે. જેને લઈને ભારતીય મિશનના અધિકારીઓ તૈયારીઓમાં લાગેલા છે.
My remarks during meeting with HH @MohamedBinZayed in Abu Dhabi.https://t.co/lfLaOZ2LGp
— Narendra Modi (@narendramodi) February 13, 2024
પીએમ મોદી અબુધાબીમાં શેખ જાયેદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ અહલાન મોદી (હેલો મોદી)ને પણ સંબોધિત કરશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીએ UAEની રાજધાનીમાં BAPS હિંદુ મંદિરમાં સમાપન સમારોહમાં સામેલ થશે.
ભારતીય સમુદાયને પણ કરશે સંબોધિત
પીએમ મોદીએ અબુધાબી પહોંચતા પહેલા જ જણાવ્યુ હતુ કે, આ યાત્રા દરમિયાન હરું અબુ ધાબીમાં હિંદુ મંદિરનું ઉદ્દઘાટન કરીશ. BAPS મંદિર સદ્દભાવ, શાંતિ અને સહિષ્ણુતાના મૂલ્યો માટે એક કાયમી શ્રદ્ધાંજલિ બની રહેશે. જે ભારત અને સંયુક્ત આરબ અમીરાત બંને તરફથી અપાઈ છે. વધુમાં જણાવ્યુ કે હું અબુધાબીમાં વિશેષ કાર્યક્રમમાં સંયુક્ત આરબ અમીરાતના તમામ ભારતીય સમુદાયને સંબોધિત કરશે.
વડાપ્રધાન મોદીના બે દિવસનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના બે દિવસના પ્રવાસ દરમિયાન ભારતીય સમુદાયને સંબોધિત કરવા અને હિંદુ મંદિરનું ઉદ્દઘાટન કરવા સહિત અનેક મહત્વપૂર્ણ સમજૂતી પણ કરશે. વડાપ્રધાન મોદીની 2015 બાદ આ સાતમી મુલાકાત છે. પીએમ મોદીને યુએઈ પહોંચતા જ ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.