પીએમ મોદીના બે દિવસીય બિહાર પ્રવાસના આજે બીજા દિવસે તેઓ પટના પહોંચ્યા હતા. જ્યાં તેઓ પટના સાહિબ ગુરુદ્વારામાં શીખ પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. પટના શહેરના તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા બાદ પીએમ મોદીએ દરબાર સાહિબમાં દર્શન કરીને જાતે રોટલી બનાવી, લંગરમાં ભોજન પીરસીને પટના સાહિબ ગુરુદ્વારામાં સેવા કરી હતી.
Prayed at Takhat Sri Harimandir Ji Patna Sahib this morning. Felt truly blessed to experience divinity, serenity and rich history of this sacred place. This Gurudwara has a close link with Sri Guru Gobind Singh Ji. Our Government had the honour of marking his 350th Parkash Utsav… pic.twitter.com/IsHGKxCBSm
— Narendra Modi (@narendramodi) May 13, 2024
પીએમએ જાતે રોટલી બનાવી, ભોજન પીરસ્યું
ગુરુદ્વારામાં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ શીખોના બીજા સૌથી મોટા તખ્ત અને શ્રી ગુરુ ગોવિંદ સિંહજી મહારાજના જન્મસ્થળ તખ્ત શ્રી હરમંદિરજી પટના સાહિબમાં હાજરી આપી હતી. પ્રસાદ લીધા બાદ વડાપ્રધાનની એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. જ્યાં તેમણે જાતે રોટલી બનાવી હતી. આ ઉપરાંત તેમણે લંગરમાં બેઠેલા લોકોને ભોજન પણ પીરસ્યું હતું.
#WATCH बिहार: प्रधानमंत्री नरेंद्र मोदी ने पटना के गुरुद्वारा पटना साहिब में दर्शन और सेवा की। pic.twitter.com/cRldWx00Zb
— ANI_HindiNews (@AHindinews) May 13, 2024
ગુરુ ગોવિંદ સિંહનું જન્મસ્થળ
તખ્ત શ્રી પટના સાહિબને તખ્ત શ્રી હરમંદિરજીને પટના સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બિહારની રાજધાની પટનામાં સ્થિત શીખોના પાંચ તખ્તોમાંથી એક છે. તખ્તનું નિર્માણ 18મી સદીમાં મહારાજા રણજીત સિંહ દ્વારા ગુરુ ગોવિંદ સિંહના જન્મસ્થળને ચિહ્નિત કરવા માટે કરવામાં આવ્યું હતું.
શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહનો જન્મ 1666માં પટનામાં થયો હતો. તેમણે આનંદપુર સાહિબ જતા પહેલા તેમના શરૂઆતના વર્ષો અહીં વિતાવ્યા હતા. આજે પીએમ મોદી હાજીપુર, મુઝફ્ફરપુર અને સારણમાં NDA ઉમેદવારોની તરફેણમાં ચૂંટણી રેલી કરશે.