Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

PM મોદી બ્રિક્સ સંમેલનમાં થશે સામેલ, જાણો ભારત માટે શું છે તેનું મહત્વ

PM મોદી બ્રિક્સ સંમેલનમાં થશે સામેલ, જાણો ભારત માટે શું છે તેનું મહત્વ

સાઉથ આફ્રિકાની અધ્યક્ષતામાં આ વખતે 15માં બ્રિક્સ શિખર સમ્મેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલા આ શિખર સમ્મેલનમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે. પીએમ મોદી આવતી કાલે સંમેલનમાં ભાગ લેવા માટે રવાના થશે અને આ જ દિવસે સમૂહના વ્યાપાર મંચની બેઠક સાથે તેની શરૂઆત થશે. આ સમ્મેલન 22થી 24 ઓગષ્ટ સુધી ચાલશે.

આર્થિક સહયોગ અને સુરક્ષા પર પીએમ મોદીનું ફોકસ

આ સમ્મેલનમાં અનેક મુદ્દા પર ભારતનું ફોકસ રહેશે. જેમાં આર્થિક સુરક્ષા હિત જ સર્વોપરી થશે. આર્થિક સહયોગ, ખાદ્ય સુરક્ષા અને બ્રિક્સ વિસ્તારથી સબંધિત મુદ્દા પર ચર્ચામાં ભાગ લેવા ઉપરાંત પીએમ મોદી દ્વારા શિખર સમ્મેલનમાં સદસ્ય દેશોને એક-બીજાના સુરક્ષા હિતોનું સમ્માન કરવા અને આતંકવાદ વિરુદ્ધ એક અવાજમાં બોલવાની આવશ્યકતા પર પણ ભાર મૂકવાની ઉમ્મીદ છે.

PM મોદી 2019 બાદ પ્રથમ વખત ભાગ લેશે

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, ચીનના શી જિનપિંગ, બ્રાઝિલના લુઈઝ લુલા દા સિલ્વા સહિત 50 થી વધુ દેશોના નેતાઓની સામેલ થવાની સંભાવના છે. 2019 બાદ પીએમ મોદીનું આ પ્રથમ વ્યક્તિગત બ્રિક્સ સમ્મેલન હશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ સમ્મેલનમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે.

ભારતમાં ડિજિટલ પરિવર્તન પર બોલી શકે છે PM મોદી

મોદી મંગળવારે બિઝનેસ ફોરમને સંબોધિત કરશે જ્યાં તેમના પર આવા સમયમાં બ્રિક્સના મહત્વને રેખાંકિત કરવાની અપેક્ષા છે જ્યારે વિશ્વ હજુ પણ કોરોના મહામારી, યુક્રેન યુદ્ધના પરિણામો સાથે ઝઝૂમી રહ્યું છે. પીએમ મોદી પોતાના સંબોધનમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સહિત તેમની સરકારની કેટલીક સિદ્ધિઓને પણ ગણાવી શકે છે.

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થઈ શકે છે મુલાકાત

શિખર સંમેલનના પ્રથમ દિવસે નેતાઓની મુલાકાત વચ્ચે પીએમ મોદી પ્રથમ વખત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે રૂબરૂ થશે. જો કે સત્તાવાર રીતે બંને નેતાઓની મુલાકાત હજુ સુધી સામે નથી આવી. બંને પક્ષોએ બેઠકનો પણ ઈનકાર નથી કર્યો કારણ કે, બંને નેતાઓ જોહાનિસબર્ગમાં લગભગ 48 કલાક એક સાથે રહેશે.

રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા પર ભાર મૂકાશે

એવી પણ શક્યતા છે કે, પીએમ મોદી રશિયા-યુક્રેન યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવા અને આ યુદ્ધને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવા માટે પણ ભાર મૂકી શકે છે. બીજી તરફ પીએમ શી જિનપિંગની હાજરીમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવવા પર પણ વિચાર કરી શકે છે.

સદસ્યતા વધારવા પર પણ ભાર મૂકાશે

બ્રિક્સ સદસ્યતા માટે 22 દેશોની કતારમાં હોવાથી સભ્ય દેશોનું ફોકસ તેના વિસ્તરણ પર પણ રહેશે. ચીનના અતિશય પ્રભાવના ડરથી અને પશ્ચિમથી દૂર રહેવાથી સાવચેત રહીને ભારત અને બ્રાઝિલ બંનેએ આ મુદ્દા પર સાવધાનીપૂર્વક પગલું ભર્યું છે. હાલમાં બ્રિક્સના બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા એમ પાંચ સદસ્યો છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.