ઐતિહાસિક પહેલમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના ખૂણે-ખૂણે 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ કાર્ય માટે શિલાન્યાસ કરશે. વડાપ્રધાને ઘણી વખત અત્યાધુનિક જાહેર પરિવહનની જોગવાઈ પર ભાર મૂક્યો છે.
રેલ્વેને દેશભરના લોકો માટે પરિવહનનું પસંદગીનું માધ્યમ ગણાવતા, તેમણે રેલ્વે સ્ટેશનો પર વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ વિઝન દ્વારા સંચાલિત, અમૃત ભારત સ્ટેશન યોજના સમગ્ર દેશમાં 1309 સ્ટેશનોના પુનઃવિકાસ કાર્ય માટે શરૂ કરવામાં આવી હતી.
આ યોજનાના ભાગરૂપે, વડાપ્રધાન દ્વારા 508 સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. આ સ્ટેશનોને 24,470 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રિડેવલપ કરવામાં આવશે. શહેરની બંને બાજુઓને યોગ્ય રીતે જોડીને આ સ્ટેશનોને ‘સિટી સેન્ટર’ તરીકે વિકસાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સંકલિત અભિગમ રેલ્વે સ્ટેશનની આસપાસના વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરીને શહેરના સર્વગ્રાહી શહેરી વિકાસના વિઝનથી પ્રેરિત છે.
દેશના 508 સ્ટેશનોને મળશે નવુ રંગરૂપ
આ 508 સ્ટેશનો દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત છે, જેમાં ઉત્તર પ્રદેશમાં 55, રાજસ્થાનમાં 55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્ય પ્રદેશમાં 34, આસામમાં 32, ઓડિશામાં 32, જ્યારે પંજાબમાં 22, ગુજરાતમાં 21, તેલંગાણામાં 21, ઝારખંડમાં 20, આંધ્રપ્રદેશમાં 18, તમિલનાડુમાં 18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સ્ટેશનનો સમાવેશ થાય છે.
સ્ટેશનની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિથી પ્રેરિત હશે
પુનઃવિકાસ કાર્ય મુસાફરોને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે જ્યારે સારી રીતે સંકલિત ટ્રાફિક સુવિધા, ઇન્ટર-મોડલ એકીકરણ અને મુસાફરોને માર્ગદર્શન આપવા માટે સારી રીતે ડિઝાઇન કરાયેલ સંકેતો સુનિશ્ચિત કરશે. સ્ટેશનની ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે.
ભારતમાં ક્યારે થયો રેલવેનો પ્રારંભ
ભારતમાં16 એપ્રિલ 1853ના દિવસે રેલવેની શરૂઆત થઈ હતી. ભારતની પ્રથમ ટ્રેનમુંબઈથી થાણે વચ્ચે શરૂ થઈ હતી. આ ટ્રેને 3 એન્જિનની મદદથી 34 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ભારતમાં શરૂ થયેલી પ્રથમ ટ્રેનનું નામ ડેક્કન ક્વીન હતું. આ ટ્રેનમાં કુલ 14 કોચ હતા. જેમાં પ્રથમવાર 400 યાત્રીઓએ પ્રવાસ કર્યો હતો. 16 એપ્રિલને દેશમાં ભારતીય રેલ પરિવહન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ગુજરાતની પ્રથમ ટ્રેન દોડી હતી
ગુજરાત એ વખતે બૃહદમુંબઈનો એક ભાગ હતું. 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યા બન્યા હતા, પરંતુ ગુજરાતમાં રેલવેની શરૂઆતની વાત કરવામાં આવે 1855માં સુરતના ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે ગુજરાતની પ્રથમ ટ્રેન દોડી હતી.