આજે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધન ઓપરેશન સિંદૂર પછીનું તેમનું પ્રથમ જાહેર નિવેદન હશે. ઓપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. આ ઓપરેશન પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાના પ્રતિસાદરૂપે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 26 નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા હતા.
Prime Minister Narendra Modi will address the nation at around 8 PM today. pic.twitter.com/NobQiY66Nh
— ANI (@ANI) May 12, 2025
વડાપ્રધાનનું આ સંબોધન ભારત-પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા તણાવ અને ત્યારપછીના યુદ્ધવિરામના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 10 મેના રોજ બંને દેશોએ જમીન, હવા અને સમુદ્ર માર્ગે તમામ પ્રકારની લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે પરસ્પર સમજૂતી કરી હતી.
આ સંબોધનમાં વડાપ્રધાન મોદી ઓપરેશન સિંદૂરની સફળતા, આતંકવાદ સામે ભારતની પ્રતિબદ્ધતા અને દેશની સુરક્ષા માટેની આગામી રણનીતિ અંગે માહિતી આપી શકે છે. તેમજ, તેઓ દેશના નાગરિકોને શાંતિ અને સુરક્ષા અંગે આશ્વાસન આપી શકે છે.
તમે આ સંબોધનને ટેલિવિઝન ચેનલો પર લાઈવ જોઈ શકો છો અથવા પીએમઓના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.