પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે DRDOનું મિશન દિવ્યસ્ત્ર સફળ થયું છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આની જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, મિશન દિવ્યસ્ત્ર માટે અમારા DRDO વૈજ્ઞાનિકો પર ગર્વ છે, મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ.
Proud of our DRDO scientists for Mission Divyastra, the first flight test of indigenously developed Agni-5 missile with Multiple Independently Targetable Re-entry Vehicle (MIRV) technology.
— Narendra Modi (@narendramodi) March 11, 2024
અગ્નિ-5 મિસાઈલની વિશેષતા
– 50 હજાર કિલોનું વજન
– અગ્નિ-5 ત્રણ તબક્કામાં ત્રાટકનાર મિસાઈલ છે
– 17 મીટર લાંબી, બે મીટર પહોળી
– 1.5 ટન સુધીના પરમાણુ હથિયાર લઈ જઈ શકે છે
– આ મિસાઈલ માર્ગ અને દિશા-નિર્દેશન, વિસ્ફોટક લઈ જનાર હિસ્સા તથા એન્જિનની દ્રષ્ટિએ ઘણી બેસ્ટ છે.
આખુ ચીન અને પાકિસ્તાન અગ્નિ-5 મિસાઈલની રેન્જમાં
ભારતની અગ્નિ-5 બેલાસ્ટિક મિસાઈલની ક્ષમતા એટલી અપાર છે કે તેની રેન્જમાં આખુ ચીન અને પાકિસ્તાન આવી શકે. તે ચીન અને પાકિસ્તાનમાં ગમે ત્યાં જઈને હાહાકાર મચાવી શકે છે.
દોઢ ટન સુધીના હથિયાર લઈ જવામાં સક્ષમ
આ મિસાઈલ દોઢ ટન સુધીના હથિયાર તેની સાથે લઈ જઈ શકે છે. તેની સ્પીડ મૈક 24 છે. એટેલે કે અવાજની સ્પિડથી 24 ગણી વધારે સ્પીડ છે. આપને જણાવી દઈએ કે અગ્ની 5ને સરળતાથી કોઈ પણ જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરી શકાય છે. સાથેજ ઘણી સરળતાથી સેના વાપરી પણ શકશે.
DRDO દ્વારા મિસાઈલ બનાવામાં આવી
આપને જણાવી દઈએ કે અગ્નિ-5 ભારતની પહેલી અને એકમાત્ર ઈંટર કોન્ટિનેંટલ બેલેસ્ચિક મિસાઈલ છે. જેને રક્ષા અનુસંધાન વિકાસ સંગઠન (DRDO) દ્વારા બનાવામાં આવી છે. લાંબા અંતરે જતી મિસાઈલો પૈકી એક મિસાઈલ અગ્નિ-5 છે.