વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીના પ્રવાસેથી ભારત પરત ફર્યા છે. PM મોદી ત્રણ દિવસીય G-7 સમિટમાં ભાગ લીધા બાદ શનિવારે દિલ્હી પહોંચ્યા હતા. PM મોદી દુનિયાના ઘણા મોટા નેતાઓને મળ્યા. તેમણે કહ્યું કે, G-7 સમિટ ખૂબ જ ઉપયોગી હતી. ઘણા વિશ્વ નેતાઓને મળ્યા હતા અને ઘણા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. PM મોદીએ કહ્યું કે, વિકસિત ભારતનું નિર્માણ અમારો સંકલ્પ છે. PM મોદીએ ભવ્ય સ્વાગત માટે ઈટાલીના લોકોનો આભાર માન્યો હતો. મહત્વનું છે કે, ઈટાલીના અપુલિયામાં જી-7 પ્લેટફોર્મ પર PM મોદીનો દબદબો જોવા મળ્યો હતો.
G-7માં PM મોદીના દબદબાના 7 કારણો
ઈટાલીના અપુલિયામાં જી-7 સમિટમાં PM મોદીના દબદબા પાછળ અનેક કારણો છે. જેમાં PM મોદી ત્રીજી વખત સત્તા પર પાછા ફર્યા, કોરોના કાળ પછી પણ સત્તામાં પાછા ફર્યા, વિશ્વના શક્તિશાળી, શક્તિશાળી નેતાની છબી, વૈશ્વિક પ્લેટફોર્મ પર વાતને શક્તિશાળી રીતે આગળ રાખવી, દેશને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી, દિલ્હીમાં G20 કોન્ફરન્સનું સફળ આયોજન અને ચીન અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા જેવા કારણો જવાબદાર છે.
With world leaders at the @G7 Summit in Italy. pic.twitter.com/83gSNhNQTs
— Narendra Modi (@narendramodi) June 14, 2024
PM મોદીને 5 વખત આમંત્રણ મળ્યું
સૌથી મહત્વની અને ખાસ વાત એ છે કે ભારત G7નું સભ્ય નથી. આ પછી પણ PM મોદીને 5 વખત આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં G7માં ફ્રાન્સ 2019, બ્રિટન 2021, જર્મની 2022, જાપાન 2023 અને ઇટાલી 2024માં PM મોદીને 5 વખત આમંત્રણ આપવામાં આવ્યું હતું. નોંધનિય છે કે, કોરોનાના સમયગાળા દરમિયાન જ્યાં વિશ્વના મોટા દેશોની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને નબળી વ્યવસ્થાના કારણે વિશ્વના શક્તિશાળી નેતાઓ સત્તામાં પાછા ફરી શક્યા ન હતા. વડાપ્રધાન મોદીની નીતિઓને કારણે તેઓ ત્રીજી વખત સત્તામાં પાછા ફર્યા છે.