લોકસભા ચૂંટણીના સાત તબક્કાઓ પૂર્ણ થયા બાદ હવે તમામ લોકો 4 જૂને પરિણામ આવવાની રાહ જોઈ રહ્યા છે. 4 જૂને મતગણતરી સાથે એ પણ નક્કી થશે કે NDA જીતની હેટ્રિક લગાવશે કે INDIA ગઠબંધન કમાલ કરશે. લોકશાહીના મહાન પર્વની સમાપ્તિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશની જનતાનો આભાર માન્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મહિલા શક્તિ અને યુવા શક્તિની પ્રશંસા કરી છે.
PM મોદીએ કહ્યું કે, હું પુરા વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતના લોકોએ NDAને ફરીથી ચૂંટવા માટે રેકોર્ડ સંખ્યામાં મતદાન કર્યું છે. મતદારોએ અમારો ટ્રેક રેકોર્ડ જોયો છે. ગરીબો, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો અને દલિતોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે અમે જે રીતે કામ કર્યું છે તે દરેકે જોયું છે. તેમણે એ પણ અવલોકન કર્યું છે કે ભારતમાં થયેલા સુધારાઓએ ભારતને પાંચમી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવા માટે પ્રેરિત કર્યું છે. અમારી દરેક યોજના કોઈપણ પક્ષપાત વિના દેશના તમામ લાભાર્થીઓ સુધી પહોંચી છે.
મતદારોએ INDIA ગઠબંધનને નકારી કાઢ્યું
પીએમ મોદીએ કહ્યું કે લોકસભા ચૂંટણી માટે રચાયેલ તકવાદી INDIA ગઠબંધન મતદારો સાથે તાલ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. આ ગઠબંધન સંપૂર્ણપણે જાતિવાદી, કોમવાદી અને ભ્રષ્ટ છે. આ ગઠબંધનનો એક જ ઉદ્દેશ્ય છે, મોદીની ટીકા કરવાનો. મતદારોએ આવી ગંદી રાજનીતિને સદંતર ફગાવી દીધી છે. હું એનડીએના દરેક કાર્યકર્તાની પ્રશંસા કરવા માંગુ છું જેમણે અમારા વિકાસના એજન્ડાને સમજાવવા અને લોકોને મત આપવા માટે પ્રેરિત કરવા માટે આકરી ગરમીમાં ભારતભરમાં પ્રવાસ કરીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અમારા કાર્યકરો અમારી સૌથી મોટી તાકાત છે.
India has voted!
A heartfelt thank you to all those who exercised their franchise. Their active participation is the cornerstone of our democracy. Their commitment and dedication ensures that the democratic spirit thrives in our nation.
I would also like to specially…
— Narendra Modi (@narendramodi) June 1, 2024
પીએમ મોદીએ મતદારોનો આભાર માન્યો
પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારા તમામ લોકોનો આભાર માનતા પીએમ મોદીએ કહ્યું કે, દેશના લોકોની સક્રિય ભાગીદારી એ આપણા લોકતંત્રનો આધાર છે. હું ખાસ કરીને ભારતની મહિલા શક્તિ અને યુવા શક્તિની પ્રશંસા કરવા માંગુ છું. મતદાનમાં તેમની મજબૂત હાજરી ખૂબ જ પ્રોત્સાહક સંકેત છે.