પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. સંરક્ષણ પ્રધાને સ્પષ્ટ કર્યું કે PoK ભારતનો હતું, છે અને હંમેશા રહેશે. લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સતત રેલીઓ યોજવામાં આવી રહી છે. આ સંદર્ભમાં ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ અહીં પહોંચ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે, ભારતની તાકાત વધી રહી છે અને ટૂંક સમયમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના લોકો પોતે ભારત આવવાની માંગ કરશે.
રાજનાથ સિંહે રવિવારે (21 એપ્રિલ) કહ્યું, ચિંતા કરશો નહીં. PoK અમારું હતું, છે અને હંમેશા રહેશે. ભારતની તાકાત વધી રહી છે. સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા પણ વધી રહી છે. આપણું અર્થતંત્ર પણ ઝડપથી વધી રહ્યું છે. લોકોને સંબોધતા તેમણે વધુમાં કહ્યું કે, હવે પીઓકેમાં અમારા ભાઈઓ અને બહેનો પોતે જ ભારત સાથે આવવાની માંગ કરશે. નોંધનિય છે કે, દાર્જિલિંગથી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદનું હવાઈ અંતર 1642 કિમી છે. રક્ષા મંત્રી રાજનાથ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અને BJP નેતા અમિત શાહ પણ POKને લઈને આવી વાતો કહી ચુક્યા છે.
#WATCH | Darjeeling, West Bengal: Defence Minister Rajnath Singh says, "Don't worry. PoK was, is, and will remain ours. India's power is increasing…India's prestige is increasing in the world and our economy is fast progressing. Now our brothers and sisters in PoK will… pic.twitter.com/esk8an6o6d
— ANI (@ANI) April 21, 2024
PoK ભારતનો અભિન્ન અંગઃ અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે ગયા મહિને એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, POK ભારતનો અભિન્ન અંગ છે અને ત્યાં રહેતા હિંદુ અને મુસ્લિમ બંને ભારતીય છે. તેમણે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ભાજપ અને સમગ્ર સંસદ માને છે કે, PoK ભારતનો અભિન્ન અંગ છે. PoKમાં રહેતા મુસ્લિમો અને હિંદુઓ પણ ભારતીય છે અને તે જમીન પણ ભારતની છે જેના પર પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે. દરેક ભારતીય અને દરેક કાશ્મીરીનું લક્ષ્ય તેને પાછું મેળવવાનું છે.
આવો જાણીએ દાર્જિલિંગમાં ક્યારે યોજાશે ચૂંટણી ?
ચૂંટણીના બીજા તબક્કા હેઠળ પશ્ચિમ બંગાળની 3 લોકસભા બેઠકો પર 26 એપ્રિલે મતદાન થવાનું છે. જેમાં દાર્જિલિંગ, રાયગંજ અને બાલુરઘાટનો સમાવેશ થાય છે. ઉત્તર બંગાળની આ ત્રણેય બેઠકો પર હાલમાં ભાજપનો કબજો છે. ભાજપના રાજુ બિસ્તા દાર્જિલિંગથી સાંસદ છે. બીજેપીએ ફરી એકવાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને દાર્જિલિંગથી ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. અહીં તેમની સ્પર્ધા તૃણમૂલ કોંગ્રેસના ગોપાલ લામા સામે છે.