અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોરજ ગામની સીમ નજીક આવેલ ‘સફલ નિર્વાણા ગ્રીન્સ’ના વિકેન્ડ હોમમાં ચાલતી હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટી પર ગત રાત્રે દરોડો પાડીને પોલીસે કુલ 81 લોકોની અટકાયત કરી છે. આ કાર્યવાહી ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ, હુક્કા, મોબાઈલ ફોન તેમજ લક્ઝરી કાર સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
25મી એનિવર્સરી પાર્ટીમાં દારૂની મહેફિલ
પોલીસને મળેલી માહિતી મુજબ, સાણંદના ગોરજ સીમ નજીક આવેલા એક પ્રાઈવેટ બંગલામાં 25મી લગ્નતિથિની ઉજવણી માટે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના મરીન ડ્રાઇવ વિસ્તારના રહેવાસી 49 વર્ષીય અમિત ગોપીલાલ પચેરીવાલે પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની એનિવર્સરી નિમિત્તે આ કાર્યક્રમ યોજ્યો હતો. પ્લોટ નંબર 200 પર યોજાયેલી આ પાર્ટીમાં મોટી સંખ્યામાં મહિલા અને પુરુષોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં ફૂડ કાઉન્ટર, કેક ટેબલ તેમજ દારૂ અને હુક્કાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
अहमदाबाद ग्रामीण पुलिस की बड़ी कार्रवाई – साणंद में लग्जरी शराब-हुक्का पार्टी पर छापा
अहमदाबाद: गुजरात के साणंद इलाके में निर्वाणा ग्रीन्स वीकेंड होम में आयोजित एक हाई-प्रोफाइल पार्टी पर अहमदाबाद ग्रामीण पुलिस ने रात में अचानक दबिश दी।
इस पार्टी में कुल 81 लोग शामिल थे, जिनमें… pic.twitter.com/PaUsVEJgWk
— One India News (@oneindianewscom) February 5, 2026
પોલીસની રેડથી મચી અફરાતફરી
સાણંદ પોલીસ ટીમે દરોડો પાડતા જ પાર્ટીમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી કુલ 81 લોકોને અટકાયત કરી હતી, જેમાં 43 પુરુષો અને 38 મહિલાઓનો સમાવેશ થાય છે. તમામને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા બાદ સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. માહિતી મુજબ, મહિલાઓને મેડિકલ તપાસ બાદ નોટિસ આપીને મુક્ત કરવામાં આવી છે, જ્યારે પુરુષો હજુ પોલીસ કસ્ટડીમાં છે.
કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે ₹2,91,84,250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં 8 સીલબંધ વિદેશી દારૂની બોટલ, 7 અડધી ભરેલી અને 3 ખાલી બોટલ સાથે 70 ગ્લાસ, 10 હુક્કા અને હુક્કા ફ્લેવર્સ, આરોપીઓ પાસેથી મળેલા 74 મોબાઈલ ફોન (કિંમત અંદાજે ₹26.30 લાખ) અને સ્થળ પરથી 22 લક્ઝરી કાર (કિંમત અંદાજે ₹2.65 કરોડ)નો સમાવેશ થાય છે.
પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો
પોલીસે આયોજક અમિત પચેરીવાલ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તેમાં કલમ 65(A)(A), 116(B), 66(1)(B), 75(A), 85(1)(3), 81, 84 અને 86નો સમાવેશ થાય છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel