click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: AMC બજેટમાં યુ-ટર્ન : કતલખાના માટેના ₹32 કરોડના પ્રસ્તાવ પર વિરોધ બાદ નિર્ણય પાછો ખેંચ્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > AMC બજેટમાં યુ-ટર્ન : કતલખાના માટેના ₹32 કરોડના પ્રસ્તાવ પર વિરોધ બાદ નિર્ણય પાછો ખેંચ્યો
AhmedabadGujarat

AMC બજેટમાં યુ-ટર્ન : કતલખાના માટેના ₹32 કરોડના પ્રસ્તાવ પર વિરોધ બાદ નિર્ણય પાછો ખેંચ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2025-26ના ડ્રાફ્ટ બજેટમાં શહેરમાં કરોડોના ખર્ચે એક કતલખાનું બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને પરત ખેંચી લેવામાં આવી છે. શહેરના પૂર્વ મેયર અને ભાજપ ધારાસભ્ય અમિત શાહે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને પરત ખેંચવાની પણ માંગ કરી હતી. આખરે એ દરખાસ્ત પરત ખેંચાઈ છે.

Last updated: 2026/02/05 at 3:42 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2026-27 માટે ₹17,108 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, બજેટમાં દક્ષિણ ઝોનના શાહવાડી-બહેરામપુરા વિસ્તારમાં અદ્યતન સ્લોટર હાઉસ (કતલખાના) માટે ફાળવવામાં આવેલા ₹32 કરોડના પ્રસ્તાવે રાજકીય ગરમાવો વધારી દીધો હતો. ખાસ કરીને શાસક પક્ષ ભાજપના નેતાઓએ આ જોગવાઈનો ઉગ્ર વિરોધ કરતા અંતે પાલિકાને નિર્ણય પાછો ખેંચવાનો વારો આવ્યો, જેના કારણે આખું બજેટ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.

બજેટ રજૂ થયા બાદ મેયરના બંગલે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ધારાસભ્યો અને સંગઠનના અગ્રણીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સ્લોટર હાઉસ માટેના બજેટ પ્રસ્તાવ પર ભાજપના નેતાઓએ કડક વલણ અપનાવી કહ્યું હતું કે મૂંગા પશુઓના વધ માટે અલગથી મોટી રકમ ફાળવવી સ્વીકાર્ય નથી. પક્ષની અંદરથી જ ઉઠેલા વિરોધ અને લોકલાગણીને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ પ્રોજેક્ટની દરખાસ્ત રદ કરવાની બાંહેધરી આપી હતી, જેના પરિણામે AMCએ નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી.

બજેટમાં સૂચિત સ્લોટર હાઉસ પ્રોજેક્ટને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવાની યોજના હતી. ટી.પી. 32 (શાહવાડી-બહેરામપુરા) વિસ્તારમાં અંદાજે 15,882 સ્ક્વેર મીટર જમીન પર 24×7 પશુચિકિત્સક સેવા, એન્ટીમોર્ટમ રૂમ, ચિલિંગ ફેસિલિટી, એસી ટ્રાન્સપોર્ટ વાહનો, બ્લડ ટ્રીટમેન્ટ માટે રેન્ડરિંગ પ્લાન્ટ અને એફલુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) જેવી વ્યવસ્થાઓ ઊભી કરવાની દરખાસ્ત હતી. આ પ્રોજેક્ટ સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ આધુનિક અને હાઇજેનિક વ્યવસ્થા ઉભી કરવા માટે બનાવાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, અગાઉ સંકલન સમિતિની બેઠક દરમિયાન ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વર્તમાન સ્લોટર હાઉસને એસ.ટી. સ્ટેન્ડ નજીકથી પીપળજ તરફ ખસેડવાની અને હાલની જગ્યાએ નાગરિકો માટે પાર્ટી પ્લોટ બનાવવાની સૂચના આપી હતી. જોકે, ભાજપે આ મુદ્દાને પશુહિંસા અને ધાર્મિક લાગણીઓ સાથે જોડીને વિરોધ નોંધાવતા પ્રોજેક્ટને અટકાવી દીધો. શહેરના વિકાસ માટે ₹17 હજાર કરોડથી વધુનું બજેટ રજૂ થયું હોવા છતાં, સ્લોટર હાઉસ મુદ્દે ઉભેલા વિવાદે સમગ્ર બજેટ ચર્ચાને એક અલગ દિશામાં ધકેલી દીધું છે. હાલમાં નિર્ણય મોકૂફ રાખવામાં આવતા રાજકીય તણાવ થોડો શાંત થયો છે, પરંતુ આ મુદ્દો આવનારા સમયમાં ફરી ચર્ચામાં આવવાની શક્યતા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Ahmedabad BJP reaction, Ahmedabad civic budget news, Ahmedabad civic politics, Ahmedabad governance news., Ahmedabad local news, Ahmedabad Municipal Corporation budget, Ahmedabad municipal updates, Ahmedabad slaughterhouse project, AMC Budget 2026-27, AMC budget controversy, AMC budget highlights, AMC development projects, AMC draft budget news, AMC latest news, AMC political controversy, AMC standing committee decision, AMC ડ્રાફ્ટ બજેટ, AMC બજેટ 2026-27, AMC રાજકીય વિવાદ, AMC વિકાસ પ્રોજેક્ટ્સ, AMC સ્ટેન્ડિંગ કમિટી નિર્ણય, BJP opposition AMC proposal, Breaking news, civic infrastructure debate Ahmedabad, CM Gujarat, gujarat, Gujarat municipal budget 2026, Gujarat political news, gujarati news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Shahwadi Behrampura project, slaughterhouse controversy Ahmedabad, slaughterhouse project cancelled, topnews, topnewschannelinindia, અમદાવાદ બજેટ ચર્ચા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ લોકલ ન્યૂઝ, અમદાવાદ સમાચાર, કતલખાના મુદ્દો, ગુજરાત રાજકારણ, ભાજપ વિરોધ AMC, શાહવાડી બહેરામપુરા પ્રોજેક્ટ, સ્લોટર હાઉસ પ્રસ્તાવ રદ, સ્લોટર હાઉસ વિવાદ, ₹32 crore slaughterhouse issue

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 5, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article યોગી સરકારનો મોટો નિર્ણય, ચાઈનીઝ દોરીથી મોત પર લાગશે હત્યાનો ગુનો
Next Article રશિયા-વેનેઝુએલા ઓઈલ મુદ્દે ભારતનો સ્પષ્ટ સ્ટેન્ડ, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?