6 નવેમ્બર 2025ના રોજ બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન સવારથી જ શરૂ થયું, જેમાં મોટા પ્રમાણમાં મતદાતાઓએ લોકશાહી તહેવારમાં ભાગ લીધો. પરંતુ મતદાનની પ્રક્રિયા વચ્ચે રાજકીય રડારોળ પણ જોવા મળ્યો. મહાગઠબંધનની મુખ્ય પાર્ટી રાજદ (RJD)એ ચૂંટણી પંચ સામે ગંભીર આરોપો લગાવ્યા, જેના કારણે રાજકીય તાપમાન ચઢી ગયું.
RJDએ એક્સ (પૂર્વે ટ્વિટર) પર એક પોસ્ટ કરી દાવો કર્યો કે જે બૂથો પર તેમની પાર્ટી મજબૂત છે, ત્યાં ઈરાદાપૂર્વક વીજળી કાપવામાં આવી રહી છે જેથી મતદાનની ગતિ ધીમી પડી જાય. તેમણે ચૂંટણી પંચ પર ધાંધલીના આરોપો લગાવતાં લખ્યું કે “ચૂંટણી પંચે આવા દુર્ભાવનાપૂર્ણ ઇરાદાઓનો સંજ્ઞાન લઈને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.”
प्रथम चरण की वोटिंग के मध्य में महागठबंधन के मजबूत बूथों पर धीमा मतदान करने के उद्देश्य से बीच-बीच में बिजली काट दी जा रही है। जानबूझ कर स्लो वोटिंग कराई जा रही है।
कृपया चुनाव आयोग ऐसी धांधली बुरी नीयत" और"दुर्भावनापूर्ण इरादों" का अविलंब @ECISVEEP @CEOBihar संज्ञान लेकर…
— Rashtriya Janata Dal (@RJDforIndia) November 6, 2025
RJDના આ આરોપો પર રાજ્ય ચૂંટણી પંચે તરત જ પ્રતિસાદ આપ્યો અને સ્પષ્ટ કર્યું કે આ દાવાઓ સંપૂર્ણપણે “નિરાધાર અને ભ્રામક” છે. પંચે જણાવ્યું કે તમામ મતદાન કેન્દ્રો પર વીજળીની વ્યવસ્થા સાથે મતદાન પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શક અને નિષ્પક્ષ રીતે ચાલી રહી છે. દરેક બૂથ પર જનરેટર જેવી બેકઅપ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેથી મતદાનમાં કોઈ વિક્ષેપ ન આવે.
ચૂંટણી પંચે વધુમાં ઉમેર્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા વિશ્વની સૌથી વિશ્વસનીય અને પારદર્શક સિસ્ટમમાંની એક છે, અને આવી ભ્રામક પોસ્ટો માત્ર મતદાતાઓમાં ગેરસમજ ફેલાવવા માટે કરવામાં આવે છે. પંચે રાજકીય પક્ષોને આચાર સંહિતા અને આદર્શ વર્તનના પાલન માટે પણ ચેતવણી આપી છે.
यह आरोप पूरी तरह निराधार और भ्रामक है। बिहार में सभी मतदान केन्द्रों पर सुचारू रूप से मतदान चल रहा है। भारत निर्वाचन आयोग मतदान प्रक्रिया को निष्पक्ष, पारदर्शी और निर्बाध बनाने के लिए सभी मानक प्रोटोकॉल का पालन कर रहा है। ऐसे भ्रामक प्रचार का कोई आधार नहीं है। https://t.co/4ZAErlSTt5
— Chief Electoral Officer, Bihar (@CEOBihar) November 6, 2025
આ સમગ્ર ઘટનાએ ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ રાજકીય ગરમાવો વધારી દીધો છે, જ્યાં એક તરફ લાખો મતદાતાઓ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર દાવા-પ્રતિકદાવાની લડાઈ ચાલુ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel