આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નિશાન બનાવતાં કડક નિવેદન આપ્યું છે. તેમણે મીડિયાને સંબોધતાં કહ્યું કે, “રાહુલ ગાંધી પાગલ છે, તેમની વાત પર ધ્યાન આપવું જ નહીં.” સરમાએ કહ્યું કે રાહુલ ગાંધી સતત વિવાદાસ્પદ અને અસમંજસ વાતો કરતા રહે છે, જે તેમના અસંયમિત વલણને દર્શાવે છે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે રાહુલ ગાંધી સેનામાં પણ “દસ ટકા અને વીસ ટકાની” ફાળવણીની વાત કરે છે, જે સેનાની કાર્યપદ્ધતિ અને લાયકાતના સિદ્ધાંતોનો મજાક ઉડાવે છે.
मैं देशवासियों से अनुरोध करता हूँ कि राहुल गांधी को आधिकारिक रूप से पागल घोषित किया जाए। pic.twitter.com/Pb8V10zcaH
— Himanta Biswa Sarma (@himantabiswa) November 5, 2025
હિમંતાએ કહ્યું કે સેનામાં સ્થાન લાયકાત અને દેશભક્તિના આધારે મળવું જોઈએ, કોઈ રિઝર્વેશનની ફાળવણીથી નહીં. તેમણે કહ્યું, “સેનામાં કોણ હોવું જોઈએ? જે લડી શકે. પણ રાહુલ ગાંધી કહે છે કે હવે સેનામાં પણ દસ ટકા અને વીસ ટકા શરૂ કરવું જોઈએ.” સરમાએ આ નિવેદનને તર્કવિહીન અને રાષ્ટ્રની સુરક્ષા બાબતે અપમાનજનક ગણાવ્યું. અંતે તેમણે ઉમેર્યું કે, “હું ઇચ્છું છું કે દેશ રાહુલ ગાંધીને સત્તાવાર રીતે પાગલ ઘોષિત કરી દે.”
આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલાં એક ચૂંટણીસભામાં કહ્યું હતું કે “દેશની 10 ટકા વસ્તી ભારતીય સેનામાં કંટ્રોલ રાખે છે.” આ નિવેદન બાદ ભાજપના નેતાઓ, જેમાં રક્ષણમંત્રી રાજનાથ સિંહ અને હવે આસામના સીએમ હિમંત બિસ્વા સરમા પણ શામેલ છે, તેમણે રાહુલ ગાંધીને તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને સેનાને રાજકારણમાં ખેંચવાનો આક્ષેપ કર્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel