અમેરિકાના વ્હાઇટ હાઉસ સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત કાર્યક્રમ ‘વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર’ દરમિયાન અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને લઈને ભારતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. આ ઘટના બાદ કોંગ્રેસના નેતા Vijay Wadettiwar દ્વારા આપેલા નિવેદનથી ભારે વિવાદ ઊભો થયો છે.
વિજય વડેટ્ટીવારનું વિવાદાસ્પદ નિવેદન
વિજય વડેટ્ટીવરે પોતાના નિવેદનમાં કહ્યું કે ટ્રમ્પ પર ગોળીઓ ચાલવી જ જોઈએ અને આ પ્રકારની ભાવના માત્ર અમેરિકા જ નહીં પરંતુ ભારતમાં પણ જોવા મળે છે. તેમણે વધુમાં કહ્યું કે ટ્રમ્પ વિશ્વ પર દબદબો જમાવવા માંગતા હતા અને અન્ય દેશોને અસ્થિર કરવા પ્રયત્ન કરતા હતા, તેથી “જેવી કરણી તેવી ભરણી” જેવી સ્થિતિ ઉભી થઈ છે.
ભારત સાથે સરખામણી કરી વધાર્યો વિવાદ
કોંગ્રેસ નેતાએ પોતાના નિવેદનમાં ભારતની જનતાની લાગણીઓ સાથે પણ આ ઘટનાની સરખામણી કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં લોકો ખુલ્લેઆમ બહાર નથી આવી રહ્યા, પરંતુ અંદરથી અસંતોષ છે અને લોકો માનતા છે કે દેશને નુકસાન થઈ રહ્યું છે.
આ નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ભારે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
હુમલાની નિંદા પણ વ્યક્ત કરી
જોકે, વડેટ્ટીવરે પોતાના નિવેદન દરમિયાન આ ઘટનાની નિંદા પણ કરી હતી. તેમણે જણાવ્યું કે આટલા ઉચ્ચ પદ પર રહેલી વ્યક્તિ પર આવો હુમલો થવો યોગ્ય નથી, પરંતુ આવી ઘટનાઓ જનતાની પ્રતિક્રિયાને પણ દર્શાવે છે.
હુમલાખોરની ઓળખ અને તપાસ
અમેરિકાની સુરક્ષા એજન્સીઓએ હુમલાખોરની ઓળખ કરી છે. આરોપીનું નામ કોલ ટોમસ એલન (31) હોવાનું જાણવા મળ્યું છે, જે કેલિફોર્નિયાનો રહેવાસી છે. પ્રાથમિક માહિતી મુજબ તે ટ્રેન મારફતે વોશિંગ્ટન પહોંચ્યો હતો અને ઘટના સ્થળે આવેલ હોટલમાં થોડા દિવસ પહેલા જ રોકાયો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉથી વહીવટી અધિકારીઓને નિશાન બનાવવા ઈચ્છતો હતો અને તેના પરિવારજનોને તેની વર્તણૂક અંગે ચિંતા પણ હતી.
કેવી રીતે બની ઘટના?
આ ઘટના શનિવારે રાત્રે લગભગ 8:34 વાગ્યે વોશિંગ્ટન હિલ્ટન હોટેલ ખાતે બની હતી. તે સમયે ડિનર ચાલી રહ્યું હતું અને ટ્રમ્પ મહેમાનો સાથે વાતચીત કરી રહ્યા હતા.
ફાયરિંગ શરૂ થતા જ અમેરિકાની સિક્રેટ સર્વિસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. સુરક્ષા અધિકારીઓએ ટ્રમ્પ, મેલાનિયા ટ્રમ્પ, જે.ડી. વેન્સ અને ઉષા વાન્સને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel