Aam Aadmi Party (AAP)ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને રાઘવ ચઢ્ઢા સહિતના સાતેય બાગી સાંસદોને હવે Bharatiya Janata Party (BJP)ના સભ્યો તરીકે માન્યતા આપી છે. આ મોટા રાજકીય બદલાવ પછી રાજ્યસભામાં ભાજપની સંખ્યા વધીને 113 પહોંચી ગઈ છે, જ્યારે AAP હવે માત્ર 3 સાંસદો સુધી સીમિત થઈ ગઈ છે.
સંજય સિંહની અરજી ફગાવાઈ
આ પહેલાં AAPના સાંસદ સંજય સિંહ એ રાજ્યસભાના સભાપતિ સી. પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને આ સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી.
તેમણે દલીલ કરી હતી કે AAPની ટિકિટ પર ચૂંટાયેલા સાંસદોનું ભાજપમાં જોડાવું પંજાબની જનતા અને બંધારણ સાથે વિશ્વાસઘાત સમાન છે. જોકે રાજ્યસભા સચિવાલયે આ દલીલોને સ્વીકારી નહીં અને પક્ષ પરિવર્તનને માન્ય રાખ્યું છે.
MPs Raghav Chadha, Ashok Kumar Mittal, Harbhajan Singh, Sandeep Kumar Pathak, Dr. Vikramjit Singh Sahney, Swati Maliwal and Rajinder Gupta, who quit AAP to join BJP on 24th April, are now listed among the 113 Rajya Sabha MPs of BJP pic.twitter.com/Etof1vbb5g
— ANI (@ANI) April 27, 2026
રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલ પર પ્રહાર
ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી AAP પર કડક ટિપ્પણીઓ કરી છે. તેમણે કહ્યું કે, “જે પાર્ટીને મેં વર્ષો સુધી મહેનત કરીને ઉભી કરી હતી, તે હવે પોતાના મૂળ મૂલ્યો અને સિદ્ધાંતોથી ભટકી ગઈ છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ “ખોટી પાર્ટીમાં સાચા માણસ” તરીકે રહી રહ્યા હતા અને હવે રાષ્ટ્રીય હિત માટે કામ કરવા ભાજપમાં જોડાયા છે.
બંધારણીય જોગવાઈ હેઠળ વિલય
રાઘવ ચઢ્ઢાએ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યસભામાં AAPના બે-તૃતીયાંશ (2/3) સાંસદો ભાજપમાં જોડાતા હોવાથી બંધારણીય જોગવાઈ મુજબ આ પક્ષાંતર માન્ય ગણાશે અને તેમની સભ્યતા રદ નહીં થાય.
આ સાથે જ હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજીત સિંહ સાહની, સ્વાતિ માલીવાલ, સંદીપ પાઠક અને અશોક મિત્તલએ પણ ભાજપનો હાથ પકડ્યો છે.
રાજકીય અસર અને આગળનું ચિત્ર
આ મોટા રાજકીય ફેરફારથી રાજ્યસભાના સમીકરણોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. ભાજપની સંખ્યા મજબૂત થતાં કેન્દ્રમાં તેની સ્થિતિ વધુ મજબૂત બની છે, જ્યારે AAP માટે આ એક મોટો આંચકો ગણાય છે.
આગામી સમયમાં આ ઘટનાનો રાષ્ટ્રીય રાજકારણ પર શું અસર થશે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel