અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં જ પ્રકાશ રાજે ચંદ્રયાન 3 અંગે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટને લઈને હોબાળો થયો હતો અને આરોપ લગાવવામાં આવ્યો હતો કે પ્રકાશ રાજે ચંદ્રયાન-3 મિશનની મજાક ઉડાવી હતી. આ મામલામાં હવે તેની સામે બાગલકોટના બનાહટ્ટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
Karnataka | A Police complaint has been filed against actor Prakash Raj for his tweet on Chandrayaan-3 mission. Hindu organisations' leaders filed a complaint against him at Banahatti police station of Bagalkote district and demanded action.
(File photo) pic.twitter.com/Fvyl2FJqFU
— ANI (@ANI) August 22, 2023
પ્રકાશ રાજ પોતાના બેફામ નિવેદનો માટે પ્રખ્યાત
સાઉથથી લઈને બોલિવૂડ સુધીની ફિલ્મોમાં પોતાનું નામ બનાવનાર પ્રકાશ રાજ દમદાર અભિનયની સાથે સાથે પોતાના બેફામ નિવેદનો માટે પ્રખ્યાત છે. તેણે બે દિવસ પહેલા એક ટ્વિટ કરી હતી જેમાં ચંદ્રયાન-3ની મજાક ઉડાવવી હતી, ત્યારબાદ તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. હવે આ મામલે અભિનેતા વિરુદ્ધ કર્ણાટકના બાગલકોટ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રકાશ રાજને યુઝર્સે ટ્રોલ કર્યા હતા
બે દિવસ પહેલા પ્રકાશ રાજે ટ્વિટર પર શર્ટ અને લુંગી પહેરેલા એક વ્યક્તિની કાર્ટૂન તસવીર શેર કરી હતી, જેમાં તે ચા રેડી રહ્યો હતો. આ તસવીર પોસ્ટ કરતાં પ્રકાશ રાજે લખ્યું, ચંદ્રયાનનું પહેલું દ્રશ્ય હમણાં જ આવ્યું છે. આ તસવીર સામે આવ્યા બાદ પ્રકાશ રાજની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ હતી અને યુઝર્સે ટ્રોલ કર્યા હતા. સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કર્યા બાદ પ્રકાશ રાજે પાછળથી અન્ય એક ટ્વિટમાં સ્પષ્ટતા કરી કે તેમની ટિપ્પણી માત્ર મજાક તરીકે હતી.