કોંગ્રેસના વરિષ્ટ નેતા અને કેરલના પૂર્વ મુખ્ય મંત્રી ઑમન ચાંદીનું ગઇકાલે રાત્રે નિધન થયું છે. તેઓનાં નિધાન અંગે પાઠવેલા શોક સંદેશમાં વડાપ્રધાન મોદીએ તેઓને એક વિનમ્ર અને પ્રતિબદ્ધ વ્યકિત તરીકે જણાવ્યા હતા.
In the passing away of Shri Oommen Chandy Ji, we have lost a humble and dedicated leader who devoted his life to public service and worked towards the progress of Kerala. I recall my various interactions with him, particularly when we both served as Chief Ministers of our… pic.twitter.com/S6rd22T24j
— Narendra Modi (@narendramodi) July 18, 2023
મોદીએ ટ્વિટ ઉપર પાઠવેલી શ્રદ્ધાંજલિમાં જણાવ્યું હતું કે તેઓ જ્યારે કેરલના મુખ્ય મંત્રી હતા, ત્યારે હું ગુજરાતનો મુખ્ય મંત્રી હતો ત્યારે તેઓની સાથે ઘણીવાર મળવાનું પણ થતું હતું. અમારી મુલાકાત દરમિયાન તેઓ એક વિનમ્ર, પ્રતિબદ્ધ અને જનસેવા માટે સતત તત્પર વ્યકિત લાગ્યા હતા. તેઓનાં નિધનથી કેરલને અને રાષ્ટ્રને ખોટ પડી ગઈ છે. આપણે એક વિનમ્ર, પ્રતિબદ્ધ અને સાચા અર્થમાં જન હિત માટે વ્યસ્ત વ્યકિત ગુમાવી છે.
ચાંદી છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બિમારીથી પીડાતા હતા. તેઓને ટ્રીટમેન્ટ માટે બેંગ્લોર સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં આજે સવારે ૪.૨૫ વાગે તેઓનું નિધન થયું હતું. કેરલ સરકારે તેઓના માનમાં આજે (મંગળવારે) જાહેર રજા રાખી છે અને બે દિવસનો શોક જાહેર કર્યો છે.
તેઓના નશ્વર દેહને સેન્ટર જ્યોર્જ કેથેડસ લઈ જવાયો છે. સેક્રેટેરિયેટની નજીક રહેતાં આ ચર્ચમાં તેઓની અંતિમ વિધિ થશે. તે પછી થિરૂવનંથપુરમ સ્થિત કોંગ્રેસનાં રાજ્ય-મુખ્ય મથક ઇંદીરા ભવન ખાતે નશ્વર દેહને લોકોનાં દર્શનાર્થે સાંજ સુધી રાખવામાં આવશે. તે પછી પાદરીઓ વિધિવત દફન વિધિ કરાવશે.