લોકસભા ચૂંટણીનું છ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ પહેલી જૂને સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. એટલે કે ગુરુવારે (30 મે)એ પ્રચાર-પડઘમ શાંત પડી જશે. છેલ્લા તબક્કામાં પંજાબના હોશિયારપુરમાં પણ મતદાન યોજાશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi))એ આજે હોશિયારપુર (Hoshiarpur)માં છેલ્લી ચૂંટણી સભા ગજવી હતી.
Across Punjab, there is incredible talent and potential. Our Party accords the highest priority to giving wings to the aspirations of the people of this state. Watch from Hoshiarpur.https://t.co/t0oD4TKW5t
— Narendra Modi (@narendramodi) May 30, 2024
પંજાબ આપણા ગુરુઓની પવિત્ર ભૂમિ : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ જનમેદની સંબોધતા કહ્યું કે, ‘પંજાબ આપણા ભારતની ઓળખ છે, પંજાબ આપણા ગુરુઓની પવિત્ર ભૂમિ છે. અયોધ્યામાં રામ જન્મસ્થળની પ્રથમ લડાઈ શીખોએ જ લડી હતી. આજે દેશમાં નવી આકાંક્ષાઓ છે, આશાઓ છે, નવો આત્મવિશ્વાસ છે. દાયકાઓ બાદ એવો સમય આવ્યો છે કે, દેશમાં પૂર્ણ બહુમતીવાળી કેન્દ્ર સરકાર હેટ્રિક કરશે. આજે દરેક ભારતીયો વિકસિત ભારતના સ્વપ્ન સાથે એક થઈ ગયા છે, તેથી જ દરેક દેશવાસીઓ અમને આર્શિવાદ આપી રહ્યા છે. જનતા જનાર્દને મોદી સરકાર લાવવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકાર હેટ્રિક લગાવવા તરફ આગળ વધી રહી છે. 21મી સદી ભારતની સદી હશે.’
‘આગામી 125 દિવસનો રોડમેપ તૈયાર’
વડાપ્રધાને કહ્યું કે, સરકારે રોડમેત તૈયાર કરી લીધો છે. આગામી પાંચ વર્ષમાં કયાં મોટા નિર્ણય લેવામાં આવશે, તે પણ નક્કી થઈ ગયું છે. 125 દિવસનો રોડમેચ તૈયાર છે. અમે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવ્યું છે. આ ઉપરાંત ત્યાં મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ બનાવાયું છે. તેથી મારી ઈચ્છા છે કે, આદમપુર એરપોર્ટનું નામ બદલી ગુરુ રવિદાસ નામ રાખવામાં આવે. સરકાર બન્યા બાદ અમે તેનો અમલ કરીશું.