ઠળિયા ગામે બજરંગદાસબાપા આશ્રમમાં ભક્તિભાવ સાથે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો લાભ ભાવિક શ્રોતાઓને મળી રહ્યો છે.
તળાજા પાસે આવેલાં ઠળિયા ગામે સદગુરુ સેવા મંડળ તથા બાપા સિતારામ મહિલા મંડળ દ્વારા શ્રી ગુરૂ આશ્રમ બગદાણાનાં મનજીબાપાના પુણ્ય સ્મરણ સાથે સોમવારથી પ્રારંભાયેલ રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો લાભ સૌ લઈ રહ્યા છે.
શિવકુંજ આશ્રમ જાળિયાનાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને બજરંગદાસબાપા આશ્રમમાં ભક્તિભાવ સાથે નાની બોરુ મહાકાળી માતાજી મઢનાં હબીબ માડીનાં મુખ્ય યજમાનપદે ઠળિયા ગામ સમસ્તનાં સહયોગ સાથે આ કથા માટે ભાવ ઉત્સાહ સાથે આયોજન રહ્યું છે.
રામકથા અને આપણાં જીવનમાં તેમાંથી મળી રહેલાં સંદેશા વિશે વિશ્વાનંદ માતાજી દ્વારા દૃષ્ટાંતો સાથે સંગીતમય શૈલીમાં થતી છણાવટ ભાવિક શ્રોતાઓને રસમય બનાવી રહેલ છે.
અહીંયા ઠળિયા ગામ ઉપરાંત આસપાસનાં ગામોમાંથી કથા પ્રેમીઓ કથામૃત લાભ લઈ રહ્યા છે. આયોજકો દ્વારા સુંદર ચા પાણી, પ્રસાદ વ્યવસ્થા રહી છે.